અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલને વર્દીનો રોફ ભારે પડ્યો, વૃદ્ધને લાકડીના 40 ફટકા માર્યા હતા, ‘પાસા’ અંતર્ગત જેલમાં મોકલાયો

મારામારીના એક કેસમાં સીઆઈડી ક્રાઈમના એક કોન્સ્ટેબલને ‘પાસા’ અંતર્ગત જેલમાં મોકલાયો છે. પોલીસકર્મી સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરાયાની આ પહેલી ઘટના છે. આ કોન્સ્ટેબલે એક વૃદ્ધને જૂની અદાવતમાં લાકડીના 40 જેટલા ફટકા માર્યા હતા. આ મામલે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા રાજ્યના ગૃહ વિભાગ સુધી રજૂઆતો થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોબલ સ્કૂલ પાસે આવેલી મહાસુખનગર સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા કનકભાઈ દલપતભાઈ શાહે સીઆઈડી ક્રાઈમમાં નોકરી કરતા કોન્સ્ટેબલ ભાવેશ રાવલ સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખી ગત ઓગસ્ટ મહિનામાં ભાવેશ રાવલ અને તેના બે મિત્રો ભાર્ગવ પટેલ અને કૃષ્ણકાંતસિંહે કનકભાઈને ઢોર માર માર્યો હતો. જેથી કનકભાઈએ આ શખસો સામે ફરી ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી આ શખસોએ ઓક્ટોબર મહિનામાં ફરી કનકભાઈ પર હુમલો કર્યો હતો.

ગત 6 ઓક્ટોબરે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કનકભાઈ પોતાની બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે મહાસુખનગરના નાકે ભાવેશ રાવલે તેમને રોકી ઘૂંટણ પર લાકડીના ફટકા માર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં ત્યાં ભાર્ગવ પટેલ આવી ચડ્યો હતો અને તેણે કનકભાઈને જમણા પગે લાકડીના પાંચ-છ ફટકા મારી દીધા હતા. એટલું જ નહીં, ભાવેશ અને ભાર્ગવના પુત્રોએ આવીને કનકભાઈને ગડદા-પાટુનો માર માર્યો હતો. તે પછી ભાવેશ અને ભાર્ગવે તેમને 40 જેટલા લાકડીના ફટકા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ દરમિયાન કનકભાઈનો મોબાઈલ પણ તેમણે તોડી નાખ્યો હતો.

ઈજાગ્રસ્ત કનકભાઈએ તેમના પુત્રને ફોન કરી બોલાવ્યા હતો, જે તેમને દવાખાને લઈ ગયો હતો. ત્યાંથી નિવેદનના આધારે કૃષ્ણનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધને લોહીલુહાણ કરી દેવાના અને સોસાયટીના લોકો પર દાદાગીરી કરવાના મામલે સ્થાનિક લોકોમાં ભાવેશ સામે ભારે આક્રોશ ઊભો થયો હતો. સ્થાનિક રહીશો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓએ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભાવેશ રાવલ સહિતના લોકો સામે ગુજરાત સરકાર અને ગૃહવિભાગમાં પત્રો લખ્યા હતા અને રજૂઆતો કરી હતી. પાંચ મહિના જૂના આ વિવાદમાં લોકવિરોધ પ્રબળ બનતાં આખરે કોન્સ્ટેબલ ભાવેશ રાવલને ‘પાસા’ હેઠળ ભૂજની પાલારા જેલમાં મોકલી અપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો