અમદાવાદના વાસણા વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતમાં ભાઈએ પિતા-પુત્ર પર કોદાળીથી કર્યો હુમલો

આજકાલ નાની નાની બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડા થવા એ સમાન્ય બની ગયુ છે. એ તો ઠીક પણ પાડોશમાં રહેતા ભાઈઓ વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વાસણામાંથી સામે આવ્યો છે. અહીં બે ભાઈઓ પાડોશમાં રહે છે. ત્યારે ઝાડ કાપવાની નજીવી બાબતે ઉગ્ર રૂપ લીધુ હતુ. આ ઝઘડો એટલો આગળ વધ્યો કે, ભાઈએ તેના 75 વર્ષીય ભાઈ અને તેના પુત્ર પર કોદાળીથી હુમલો કર્યો હતો. એ પછી આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવની ઘટના વાસણા વિસ્તારમાં આવેલા રાજરત્ન સોસાયટીની છે. આ સોસાયટીમાં બે ભાઈઓ પોત પોતાના પરિવાર સાથે રહે છે. સ્વભાવિક છે કે, ઘરની આસપાસ કેટલાંક લોકો પોતાના મનપસંદ ઝાડ ઉગાડતા હોય છે. પણ આ સોસાયટીમાં આસોપાલવના એક ઝાડે બે ભાઈઓ વચ્ચે જોરદાર ઝઘડો કરાવી દીધો. રોહિત કડીયાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે આ સોસાયટીમાં રહે છે.

રવિવારે તેનો દીકરો નિકુલ આસોપાલવના ઝાડની ડાળી કાપી રહ્યો હતો. આસોપાલવના ઝાડની ડાળીઓ તેના ઘરના રસ્તાની વચ્ચે આડે આવતી હતી. એટલે તેમને થયુ કે ડાળી કાપી નાખવામાં આવે તો રસ્તો ખુલી જાય. પણ તેઓને ખબર નહોતી કે આ ઝાડ બે ભાઈઓ વચ્ચે વિવાદ ઊભો કરશે. આ વાતની જાણ પાડોશમાં રહેતા રોહિત કડીયાના ભાઈને થઈ હતી. જે બાદ તે તરત આવી ગયા અને પછી ઝાડ ન કાપવાના મામલે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઝાડ કાપવાના વિવાદે ઉગ્ર રૂપ લીધુ હતુ. જે બાદ બંને પરિવાર વચ્ચે ભારે ઝઘડો થયો હતો. આ સમયે રોહિત કડીયના ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમનો આરોપ છે કે, તેમના ભાઈએ તેમના અને દીકરા પર કોદાળીથી હુમલો કર્યો હતો. એ પછી આખી પરિસ્થિતિ વણસી હતી. આ વિવાદ છેક પોલીસ સુધી પહોંચ્યો હતો. આખરે પોલીસને જાણ થતા તેઓએ આ મામલો થાળે પાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો