વાત જાણે એમ બની કે, કોડીનાર મામલતદાર એન નાયબ મામલતદાર (સુપર) ગત તા. 25 એપ્રિલે સ્યુગર ફેક્ટરી તરફથી ઓફિસ તરફ જઇ રહ્યા હતા. એ વખતે રોડ પર ત્રણેક દેવીપૂજક પરિવાર પગપાળા શહેર તરફ જઇ રહ્યો હતો. તેમની સાથેના દસેક બાળકો ઉઘાડા પગે ચાલતા હતા. અને છાંયડો આવે તેનો સહારો લેતા હતા. મામલતદારને પોતાનું એ રીતે વિતાવેલું બાળપણ યાદ આવી ગયું. તેમણે ઓફિસે આવી તુરતજ ઓપરેટરને મોકલી રોડ તેઓ જ્યાં હોય ત્યાં છાંયડે ઉભા રખાવી દઇ પગરખાંની દુકાન ખોલાવી દસેયને ચંપલ અપાવી દેવાની સુચના આપી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ઓપરેટરે હિતેષભાઇ ભીખાભાઇ ઝાલા નામના વેપારીને ફોન કર્યો. તેમણે દુકાન ખોલી ચંપલની જોડી કાઢી આપી. ઓપરેટરે પૈસા લો તો જ ચંપલ ખરીદવા મામલતદારની સુચના હોવાનું કહ્યું, પણ હિતેષભાઇ મક્કમ રહ્યા. તેમણે એક પૈસો ન લીધો. ઉપરાંત બાળકો માટે પોતાની પાસે હતા એ જૂના કપડાં પણ કાઢી આપ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..