માલીની હલિમા સિસેએ પાંચ મેના રોજ મોરોક્કાના કાસાબ્લાન્કામાં આવેલા એન બોર્જા ક્લિનિકમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો છે, આ અગાઉનો વિશ્વવિક્રમ 2009મા નાદિયા સુલેમાનના નામ ઉપર નોંધાયેલો હતો જેણે આઠ બાળકોને જન્મ આપ્યો હતો અને તમામ જીવી ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હવે જન્મના પાંચ મહિના બાદ તમામ નવ બાળકો સુરક્ષિત રહેતાં આ વિક્રમ હલિમાના નામ ઉપર લખાઇ ગયો છે. 26 વર્ષની હલિમા કહે છે કે તમામ બાળકો સારી રીતે મોટા થઇ રહ્યા છે અને તેમની કાળજી લેવામાં આનંદ અનુભવાય છે. તેનો પતિ કાદર આર્બિ 35 વર્ષનો છે અને માલી નેવીમાં ખલાસી છે.
પોતાના બાળકોને પણ છેક નવ જુલાઇના રોજ જોઇ શક્યો હતો. નવ બાળકોમાં ચાર પુત્ર અને પાંચ પુત્રીઓ છે જેમા પુત્રોના નામ મોહમ્મદ, બાહ, અલ હદજી અને ઓમર રાખવામાં આવ્યા છે જ્યારે પુત્રીઓના નામ હવા, અદમા, ફાતિમા, ઓઉમોઉ અને કાડિડિયા રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..