ન્હાવાનો સાબુ વાપરતા વાપરતા નાનો થતો જાય છે. સાબુ નાનો થઈ ગયા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે.
જો કે, બચેલા ટુકડાથી ઘર માટે હેન્ડવોશ બનાવી શકાય છે.
તેના માટે તમારે અલગથી કોઈ અન્ય વસ્તુની જરૂર નહીં પડે. માત્ર સાબુના બચેલા ટુકડા જોઈશે. આ ટુકડાથી તમે એટલું હેન્ડવોશ તૈયાર કરી લો. જેની માર્કેટ પ્રાઈઝ લગભગ 100 રૂપિયા સુધી હોય છે.
બચેલા સાબુના ટુકડાની સાથે તમારે મિક્સર, એક ગ્લાસ ગરમ પાણી અને એક ઢાકણ ડેટોલની જરૂર પડશે. આ બધાના કોમ્બિનેશનથી તમે 500ml કરતા પણ વધારે હેન્ડવોશ તૈયાર કરી શકો છો. તે ન્હાવાના સાબુથી બનાવવામાં આવે છે એટલે તેની ક્વોલિટી પણ સારી હોય છે.
જો તમારા ઘરમાં સાબુમા ટુકડા ના હોય ત્યારે તમે માત્ર 10 રૂપિયાના ન્હાવાનો સાબુ લઈને પણ હેન્ડવોશ બનાવી શકો છો. જો તમારે સારી ક્વોલિટીવાળુ હેન્ડવોશ બનાવવું હોય તો કોઈ મોંઘા સાબુનો ઉપયોગ કરી શકો છો.
સાબુમાંથી હેન્ડવોશ બનાવાની રીત
– સૌથી પહેલા સાબુના બધા ટુકડાને એક સાથે લઈને મિક્સરમાં નાખી દો. જો તમે નવા સાબુથી હેન્ડવોશ બનાવા માંગતા હોવ તો છરીથી તેના નાના નાના ટુકડા કરી લેવા અને તેને મિક્સરમાં નાખી દો.
– હવે મિક્સરમાં થોડું પાણી નાખી દેવું. ટુકડા ડૂબી જાય એટલું જ પાણી નાખવું. હવે મિક્સરને ચાલુ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ વાતનું ધ્યાન રાખવું કે પેસ્ટ એકદમ ગાઢ બનવી જોઈએ.
– પેસ્ટ તૈયાર થઈ જાય તેના પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી નાંખીને સારી રીતે મિક્સ કરવું. તેની સાથે એક ઢાકણ ડેટોલ નાખવું. હવે તેને સારી રીતે 1 મિનિટ સુધી બરાબર મિક્સ કરો. તો તૈયાર છે તમારું હેન્ડવોશ. હવે તમે તેને કોઈ બોટલમાં નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.