ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે. આયુર્વેદિક તબીબોએ ઘરેલુ સલાહ આપતાં જણાવ્યું છે કે જો તમારું ઓક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ , અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડી પોટલી બનાવીને સૂંઘો. આમ કરવાથી ઓક્સિજન લેવલ ઊંચું આવે છે.
અંદાજિત 40 ટકા દર્દીઓમાં ઓક્સિજન લેવલ નીચું ઊતરી જતું હોવાનું સામે આવ્યું છે, જેને કારણે શહેરમાં ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ જ આવશ્યકતા ઊભી થઇ રહી છે. આ બધા વચ્ચે દેશી અને આયુર્વેદ ઉપચાર કરવો હિતાવહ છે. લોકો આયુર્વેદિક ઉપચાર અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે એ માટે આયુર્વેદિક તબીબ દ્વારા કેટલાંક સૂચનો પણ કરવામાં આવ્યા છે.
રાજકોટના આયુર્વેદિક તબીબે ઉપાયો જણાવ્યા
રાજકોટ અથર્વ આયુર્વેદ હોસ્પિટલના તબીબ ડો. ગૌરાંગ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય એ અંગે કેટલાક ઉપાયો જણાવ્યા હતા. આ સાથે વૃક્ષો મનુષ્ય જાતિના જન્મ વખતથી તેને સહજ રીતે ઓક્સિજન આપતાં રહ્યાં છે અને એનાથી જ મનુષ્યનું જીવન છે, પરંતુ આજે શહેરમાં વૃક્ષો ઘટી ગયાં છે ત્યારે બીજી તરફ કોરોના શરીરની ઓક્સિજન લેવાની ક્ષમતા પર જ ઘાતક અસર કરે છે. હવે કૃત્રિમ રીતે ઓક્સિજન મેળવવા એક બાજુ દર્દીઓ તરફડિયાં મારે છે અને બીજી બાજુ તેમને બચાવવા પરિવારજનો, નિષ્ઠાવાન તબીબો દોડધામ કરી રહ્યાં છે.
ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો
- -કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમા ખાંડીને પોટલી બનાવીને સૂંઘો.
- -પ્રોનિંગ થેરપીમાં દર્દીને અમુક સમય માટે પડખે અને ઊંધા સુવડાવવા.
- -શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠું પાણીમાં નાખી ઉકાળી નાસ લેવો.
ઓક્સિજન લેવલ વધારવા કુદરતી ઉપાયો
- -રોજ પ્રાણાયામ કરવા, એ ન આવડે તો શાંત મગજ રાખી ટટ્ટાર બેસી ઊંડા શ્વાસ લેવા.
- -પુષ્કળ પર્યાપ્ત માત્રામાં શુદ્ધ પાણી પીવું.
- -કુદરતી હવા શ્વાસમાં જાય એ રીતે દિવસ પસાર કરવો, બારી-બારણાં ખુલ્લા રાખો.
- -વ્યાયામ કરવો, શક્તિ અને સમય મુજબ શ્રમ કરવો.
- -હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.
- -હીમોગ્લોબિન વધે, જળવાય એવો ખોરાક લેવો.
ડો. ગૌરાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં રહેલા લીંબુના કટકા કરી એમાંથી રસ કાઢવાનો છે. આ રસના બે-બે ટીપાં તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે, જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે. નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવાનું છે, આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી એના કોગળા કરવાના છે, જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે. બે-ત્રણ રૂપિયામાં આ ઘરગથ્થુ સારવાર લઇ શકશો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..