20 દિવસ બાદ લગ્ન છતાં દેશ સેવાને મહત્વ, બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પાસે શનિવારે એક સુરંગ વિસ્ફોટમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયો. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ એક બોમ્બ ડિસ્ફોઝલ ગ્રુપની આગેવાની કરી રહ્યા હતા. મેજર બિષ્ટના 7મી માર્ચે લગ્ન હતા અને વેડિંગ કાર્ડ પણ વહેંચાઈ ચૂક્યા હતા. મેજર બિષ્ટના પિતા એસએસ બિષ્ટે તેમને વારંવાર લગ્નની તૈયારીઓ માટે રજા લઈને ઘરે આવવા માટે કહ્યું પરંતુ તેમણે પોતાની ફરજને મહત્વ આપ્યું.

બોમ્બ ડિફ્યૂઝ કરતા સમયે બ્લાસ્ટ થયો

મેજર બિષ્ટના શહીદ થવાના સમાચાર મળતા જ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો. પરિવાર મુજબ મેજર બિષ્ટે અત્યાર સુધીમાં 25 બોમ્બ ડિફ્યૂઝ કર્યા હતા. તેઓ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. મેજર રેન્કની પરીક્ષામાં તેમણે 9મું સ્થાન મેળવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે ત્રણ વાગ્યે નૌશેરા સેક્ટરમાં ટ્રેક પર સુરંગમાં વિસ્ફોટકો હોવાનું જાણવા મળ્યું.

અન્ય એક જવાન ઘાયલ

મેજર બિષ્ટના નેતૃત્વમાં બોમ્બ ડિસ્ફ્યુઝલ સ્ક્વોડે એક સુરંગમાંથી વિસ્ફોટકો સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી નાખ્યા પરંતુ જ્યારે તેઓ બીજી સુરંગમાં બોમ્બ નિષ્ક્રિય કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ થઈ ગયો. તેમાં મેજર શહીદ થઈ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે બ્લાસ્ટમાં અન્ય એક જવાન ઘાયલ થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

7મી માર્ચે હતા લગ્ન

31 વર્ષના મેજર બિષ્ટ ઉત્તરખંડના દેહરાદૂનના રહેવાસી હતા અને તેમના પરિવારમાં માતા-પિતા છે. મેજર બિષ્ટ ભરતીય સૈન્ય એકેડમી દેહરાદૂનથી 2010માં પાસઆઉટ છે. હાલના સમયમાં તેઓ સેનામાં એન્જિનિયરિંગ કોરમાં તહેનાત હતા. તેમા પિતા એસએસ બિષ્ટ ઉત્તરાખંડ પોલીસમાં હતા. સ્થાનિક લોકો મુજબ તેમના સાતમી માર્ચે લગ્ન હતા. લગ્નની કંકોત્રી પણ વહેચાઈ ચૂકી હતી. તેમનો પાર્થિવ દેહ રવિવાર રાત સુધીમાં દેહરાદૂન પહોંચી શકે છે.

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો