મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ- સુરત ના સંગઠન દ્વારા થતાં સરાહનીય કાર્યો

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત જેમાં અનેક ગામોના સુરતમાં રહેતા કુટુંબો નુ એક સંગઠન છે જે દર વર્ષે સ્નેહમિલન નો ભવ્ય સમારંભ કરી એકઠા થાય છે તથા અવાર નવાર નાની-મોટી મીટીંગો કરીને મળતા રહે છે જેથી એક લાગણી સભર સમાજ તરીકે ઓળખ ધરાવે છે.

સમસ્ત મહુવા જેસર તાલુકા પટેલ સમાજ જ્ઞાતિમાં એકતા જળવાઈ રહે તે માટે નો આ પ્રયાસ છે..

સ્નેહમિલનમાં અતિકિંમતી ઇનામ આપી ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે જેમ કે લેપટોપ, કોમ્પ્યુટર, સાઇકલ ,સાઉન્ડ સિસ્ટમ ઇત્યાદિ..

વિવિધ વ્યવસાયોમાં ફેલાયેલો લોકો એકબીજાને મળે જેથી સતત ઉપયોગી બની પૂરક બને જેથી સમાજનો વ્યવસાયની દ્રષ્ટિએ વિકાસ થાય..

 

રક્તદાન કરી વ્યક્તિઓમાં શારીરિક સજાગતા લાવે છે તો થા અન્ય લોકોની જિંદગી બચાવવા માટે રક્તદાન કરવા તત્પર રહે છે..

સામાજિક મુદ્દા દ્વારા સેમિનારનું આયોજન કરી તથા યુવા છોકરીઓને કુટુંબ સાથે તાલ મિલાવીને જીવતા શીખવે છે.. તેમના શરીરમાં આવતા શારીરિક ફેરફારો ને સમજાવી શારીરિક રીતે સશક્ત બને છે

છોકરીઓને પારિવારિક તથા સામાજિક રીત-રિવાજો મુજબ ચાલે તે માટે નું મહત્વ સમજાય છે

સરકારની દરેક યોજનાઓનો લાભ મળી રહે તે માટે ના કાર્યો કરે છે જેમાં માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ ની સુવિધા કરી આપે છે

ભારતમાં જે બિન અનામત વર્ગો ને લાભો આપવામાં આવે છે તે આ સગઠન વડે લોકો સુધી પહોંચાડાય છે

પુખ્ત વયના દરેક વિદ્યાર્થીઓ જેમ કે 10 અને 12 ના વિદ્યાર્થીઓને જુસ્સો વધારવા તથા પ્રેરણા આપવા તથા આગળ વધવા પ્રોત્સાહન રૂપે મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવે છે

તાલુકાના નવ યુવાનોને એક સાથે જૂથ માં રાખી શકી કાર્યકર્તા તરીકે શહેરના વિવિધ કાર્યક્રમોમાં સેવા આપે છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો