મહિસાગર જિલ્લાના (Mahisagar) ટીંટોઈ ગામ (Tintoi Village)ની સીમમાંથી હત્યા (Murder) કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. મૃતક યુવકે પ્રેમ સંબંધ (Love Affair)માં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીની હત્યા (Lover Murder) કરી હોવાનું સામે આવ્યું છે. સમાજમાં બદનામીના ડરને લઈ પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ લાશને અવાવરૂ કુવામાં નાખી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 24-8-2021ના રોજ જિલ્લાના લુણાવાડા (Lunavada) તાલુકાના ટીંટોઈ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો, જેમાં શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હત્યાના બનાવના સ્થળને શોધી હત્યાનો ભેદ ઉકેલી કાડ્યો છે. જેમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેવી રીતે કરી હત્યા?
વિગતે ઘટનાની વાત કરીએ તો, ટીંટોઈ ગામમાં રહેતા બળવંતસિંહ બારીયા નામના આરોપીની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી પંખીડા અવાર નવાર ગામના ભુપેન્દ્રસિંહ બારીયા અને ભારતસિંહ બારીયાના ખેતરમાં મુલાકાત કરતા હતા. આ મામલાની જાણ ખેતર માલિકોને થઈ ગઈ હતી. આ બંને ખેતર માલિક યુવતીના પિતાના મિત્ર હતા, તેમણે યુવતીના પિતાને આ વાતની જાણ કર્યા બાદ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો. યુવતીના પિતા બળવંતસિંહ બારીયા અને તેમના બે મિત્ર ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાએ જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતા હતા તે સ્થળે તારનીવાડમાં કરંટ મુકી દીધો, ત્યારબાદ પ્રેમી યુવક આવતા તે જેવો તારની વાડે અડ્યો તેવો કરંટથી બળી ગયો અને તેનું મોત નિપજ્યું. ત્યારબાદ યુવકની લાશને ખેતરથી 1 કિમી દુર એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી.
પોલીસે મુખ્ય આરોપી પિતા બળવંતસિંહ બારીયા, મદદગાર ખેતર માલિક ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જમાવ્યા અનુસાર, સમાજમાં બદનામીના ડરે પ્રેમી યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હ્યુમન રિસોર્સિંગની મદદથી હત્યાનો કેસ ઉકેલવામાં સફળતા મળી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..