સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે

ચુંટણીના બદલાતા પ્રવાહમાં સુરત શહેરની બેઠક માટે ચર્ચાઈ રહેલા અનેક નામ વચ્ચે સુરતના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તથા ભાજપના ટોચના યુવા ઉદ્યોગ અગ્રણી અને સર્વજ્ઞાતિની લગભગ સાડાત્રણ હજાર જેટલી પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સાસરે વળાવનાર મહેશ સવાણીની પસંદગી સુરત ઉપરાંત સૌરાષ્ટ્રની બેઠકોમાં પ્રભાવિત કરી શકે

હોદ્દેદારો, આગેવાનો સાથે ઘરેલો ધરાવતા મહેશ સવાણીનું નામ ચર્ચામાં આવતા અનેક લોકોના ચહેરા ઉપર ચમક આવી હતી. માત્ર પાટીદાર જ નહિ લગભગ સર્વજ્ઞાતિ સમાજ સાથે ઘરોબો ઘરાવતા મહેશ સવાણી લગભગ તમામ વર્ગ માટે આવકાર્ય છે પિતા વગરની લગભગ સાડાત્રણ હજાર દીકરીઓના હાથ પીળા કરનાર અને મુસ્લિમ, ખ્રિસ્તી સમુદાય સહિત તમામ જ્ઞાતિના પરિવારો માટે આશાના કિરણ સમાન મહેશ સવાની ની સુરત બેઠક માટે ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવશે તો સલામત ગણાતી સુરત બેઠક ઐતિહાસિક લીડ સાથે જીતીને ભાજપ ગૌરવ અનુભવી શકશે.

મહેશ સવાણી રાજકીય ચહેરો નથી પરંતુ રાજકીય ચોપાટમાં અત્યાર સુધી માહિર પુરવાર થતા આવ્યા છે. ૨૦૦૭માં સમગ્ર પાટીદાર સમાજ ભાજપ સામે હતો ત્યારે પોતીકા સમાજનો રોષ વહોરીને પણ ભાજપને જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી

મહેશ સવાણી રાજકીય ચહેરો નથી પરંતુ રાજકીય લડાઈ લડવાના વ્યુહબાજ ગણી શકાય ૨૦૦૭ના વર્ષમાં નરેન્દ્રમોદી સામે ખુદ ભાજપની છાવણીમાં રાજકીય કટોકટી ઉભી થઇ ત્યારે મહેશ સવાણી ચુંટણી જંગ જીતવા માટે અડીખમ બનીને નરેન્દ્ર મોદીની પડખે ઉભા રહ્યા હતા અને જંગ પાર પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એક તરફ આખો પાટીદાર કેશુબાપાના મુદ્દાને લઈને નારાજ હતો છતા પાટીદાર સમાજને ભાજપ અને નરેન્દ્ર મોદી તરફ વાળવામાં મહેશ સવાણીની ભૂમિકા નિર્ણાયક રહી હતી. સુરત, મુંબઈ ધમરોળી નાંખ્યા હતા. સૌથી પહેલી શરૂઆત પોતાના શિક્ષણ સંકુલના મેદાનમાંથી કરી હતી. આજે પણ ઘણા લોકોને અબ્રામા સ્કુલ સંકુલના મેદાનમાં વરસતા વરસાદમાં યોજાયેલી ઐતિહાસિક સભા યાદ હશે અને આ સભા ૨૦૦૭ના નરેન્દ્ર મોદીના જંગ માટે નિર્ણાયક બની હતી. અબ્રામા બાદ મુંબઈ અને સુરતમાં યોજાયેલી અનેક સભાઓ અને રેલીઓને કારણે આખો રાજકીય માહોલ બદલાઈ ગયો હતો અને આખો પાટીદાર સમાજ ફરી ભાજપના પ્રવાહમાં ભળી ગયો હતો. ખુદ કેશુબાપા જેવા ધુરંધર સામે હોવા છતા પુરા ગૌરવ સાથે નરેન્દ્ર મોદીની સરકાર બની હતી અને ૨૦૦૭ની ચુંટણીઓ બાદ ભાજપ અને નરેન્દ્રમોદીની સરકારને ઉની આંચ આવી નથી બલ્કે નરેન્દ્ર મોદી ગુજરાત છોડીને દેશના વડપ્રધાન પદ સુધી પહોંચી ગયા.

મહેશ સવાણીનું કામ સંકટ મોચન જેવું રહ્યું છે. પડકારોનો સામનો કરવા ટેવાયેલા મહેશ સવાણી પાટીદાર યુવાનોના આંદોલન વખતે પણ મધ્યસ્થી ભૂમિકામાં રહ્યા હતા. એક તરફ સમગ્ર ગુજરાતમાં પાટીદાર યુવાનોમાં ભાજપ સરકાર સામે રોષ ભડકે બળી રહ્યા હતો ત્યારે બીજી તરફ મહેશ સવાણી અને મુકેશ પટેલ (એમ. કાંતિલાલ) પોતીકા પાટીદાર સમાજના યુવાનોનું આંદોલન થાળે પાડવા દિવસો સુધી જેલની મુલાકાતના ચક્કર કાપી રહ્યા હતા અને કંઈક અંશે આંદોલન ઠારવામાં સફળ પણ રહ્યા હતા.

ભાજપ દ્વારા મહેશ સવાણીની પસંદગી કરવામાં આવશે તો માત્ર પાટીદાર કે સૌરાષ્ટ્ર સમાજના આગેવાનની પસંદગી નહી ગણાય બલ્કે સર્વ સમાજના પ્રતિનિધિની પસંદગી ગણાશે. સુરત બેઠકમાં લગભગ ૬૫ ટકા મતદારો સૌરાષ્ટ્રવાસી જયારે બાકીના ૩૫ ટકા મુસ્લિમો સહિત મૂળ સુરતી મતદારોની સંખ્યા છે મતલબ કે સુરતની બેઠક માટે મૂળ સુરતીનો આગ્રહ જતો કરીને મહેશ સવાણીની પસંદગી કરવામાં આવશે તો સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જિલ્લાની બેઠકો ઉપર પણ ભાજપ વધુ પ્રભાવિત બનશે બીજી તરફ કદાચ સુરત બેઠક માટે કોંગ્રસને ઉમેદવાર મળવાનું પણ મુશ્કેલ થઇ જશે.

કોંગ્રેસની છાવણીમાં સુરત બેઠક માટે હાલમાં લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ કદાચ એવું પણ બની શકે કે ભાજપ દ્વારા મહેશ સવાણીનું નામ પસંદ કરવામાં આવે તો ઘનશ્યામ લાખાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનું માંડી પણ વાળી શકે.

આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ પણ ગણી શકાય કે જુથમાં વહેચાયેલો પાટીદાર સમાજ એક થઈને ભાજપની પડખે આવીને ઉભો રહી શકે – હાલમાં ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પાટીદારો ‘હાલારી’ અને ‘ગોલવાડિયા’ ઉપરાંત અન્ય જુથમાં વહેચાયેલા છે પરંતુ મહેશ સવાણીની ભાજપ દ્વારા ખરેખર પસંદગી કરવામાં આવશે તો પાટીદાર સમાજના વિવિધ જુથ એક થવા ઉપરાંત અન્ય વિવિધ જ્ઞાતિના લોકો પણ ભાજપ અને મહેશ સવાણીની પડખે આવીને ઉભા રહી શકે,

વર્તમાન સંજોગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પાટીદારોની ભાજપ સામેની નારાજગી દુર કરવામાં મહેશ સવાણીની પસંદગી સમયસરની ગણી શકાય

મહેશ સવાણીની પસંદગી કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, માજી મુખ્યમંત્રી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભીખુભાઈ દલસાણીયા ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વગેરે પણ મહેશભાઈ સવાણીની પસંદગી કરવામાં આવે તો પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભાજપના અગ્રણીઓ અને સામાજિક આગેવાનોએ પણ સુરત બેઠકને વધુ મજબુત બનાવવા ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જીલ્લાની બેઠકો તથા સુરત જીલ્લાની બારડોલી બેઠકની સ્થિતિ વધુ મજબુત બની શકે તેવો મત વ્યક્ત કર્યો હતો. બારડોલી બેઠકના મતદારોમા પણ સૌરાષ્ટ્રવાસી અને પાટીદારોની સંખ્યા પ્રમાણમાં નિર્ણાયક છે.

– મનોજ મીસ્ત્રી

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો