8 વર્ષના બાળકના હાથમાં મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ઘટના નાદેડ (મહારાષ્ટ્ર) જિલ્લાના મુખેડની છે. આ દુર્ઘટનામાં બાળકના હાથની આંગળીઓ અલગ થઇ ગઇ છે. બાળકના પિતા શ્રીપત જાધવે ટીવી પર એડ જોયા બાદ IKall K72 ફીચર ફોન મંગાવ્યો હતો. 1500 રૂપિયામાં આવા ત્રણ ફોન સાથે એક ઘડિયાલ પણ મળી હતી. આ ફોન એમેઝોન પર માત્ર 309 રૂપિયામાં મળે છે.
આ રીતે ઘટી દુર્ઘટના
8 વર્ષનો પ્રશાંત IKall K72 ફોન પર ગેમ રમી રહ્યો હતો. અચાનક ફોન બ્લાસ્ટ થયો અને પ્રશાંતનો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્થ થઇ ગયો અને આંગળીઓ અલગ થઇ ગઇ. આ દુર્ધટના વિશે અમે મુંબઇના આઇટી એક્સપર્ટ મંગલેશ એલિયા સાથે વાત કરી. તેમણે એવી ઘણી બાબતો પર વાત કરી જેના કારણે ફોન બ્લાસ્ટ થઇ શકે છે.
1. મંગલેશ અનુસાર ઓનલાઇન મળતા સસ્તા ફોનની બિલ્ટ ક્વોલિટી ખુબ જ ખરાબ હોય છે. આ પ્રકારના ફોનમાં યુઝ થતા હાર્ડવેર મટિરિયલ જેમ કે મધરબોર્ડ, રેમ, મેમરી, બેટરીની મેકિંગ પેરમીટર્સ યોગ્ય નથી હોતી. ઓછા પૈસામાં પ્રોડક્ટ તૈયાર કરવાના કારણે આવું કરવામાં આવે છે. જેના કારણે આ પ્રકારની પ્રોડક્ટ ઘણીવાર ખતરનાક સાબિત થાય છે.
2. જો ફોનની બેટરીની બિલ્ટ ક્વોલિટી ખરાબ છે ત્યારે તે યુઝ અને ચાર્જિંગ દરમિયાન ઝડપથી ગરમ થવા લાગે છે. આ પ્રકારની બેટરી ફૂલવા પણ લાગે છે. એક સમય બાદ જ્યારે ફોનને ચાર્જિંગમાં લગાવવામાં આવે છે ત્યાર બેટરી પાવર કંટ્રોલ નથી કરી શકતી. જેના કારણે તેમા બ્લાસ્ટ થવાની સંભાવનાઓ વધી જાય છે.
3. જો તમારા ફોનની મેમરી અને રેમ ઓછી છે. સાથે જ, તેની મેમરી ફૂલ છે, ત્યારે યુઝ કરતી વખતે ગરમ થઇ જાય છે. ફોન જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે ટેમ્પરેરી ફાઇલ ક્રિએટ થાય છે. જ્યારે તે ફાઇલને સ્પેસ મળતી નથી ત્યારે ફોન હેંગ થવા લાગે છે, સાથે જ બેટરી પર પણ તેનો લોડ આવી જાય છે.
બેટરી ફાટવાના હોઇ શકે છે આ 3 સંકેત
– ફોનની સ્ક્રીન બ્લર થવી અથવા સ્ક્રીનમાં ડાર્કનેસ આવવી.
– ફોન વારંવાર હેંગ થાય અને પ્રોસેસિંગ સ્લો થવા લાગે.
– વાત કરતી વખતે ફોન સામાન્ય કરતા વધારે ગરમ થાય.
ખરાબ બેટરીને કેવી રીતે કરશો ચેક
– બેટરીને એક ટેબલ પર રાખો. પછી તેને ફેરવો. જો બેટરી ફૂલી ગઇ હશે તો તે ઝડપથી ફરશે. તેને યુઝ ના કરો.
– જે સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ બેટરી હોય છે, તેને હીટ દ્વારા જ ઓળખી શકાય છે. ફોન ગરમ થાય તો ચેક કરાવી લો.
– ક્યારેય બેટરીને સંપૂર્ણ સમાપ્ત ના થવા દો. સંપૂર્ણ બેટરી સમાપ્ત થવા પર ચાર્જિંગ પર વધારે પાવર લાગે છે. તેનાથી પણ બ્લાસ્ટ થઇ શકે છે. 20 ટકા બેટરી થતા જ ફોન ચાર્જ કરી લો.
આ ભૂલોથી બચો
– ફેક ચાર્જર, ફેક બેટરીનો યુઝ ના કરો. જે બ્રાંડનો ફોન છે તેની જ બેટરી અને ચાર્જર યુઝ કરો.
– બેટરી ડેમેજ થઇ ગઇ છે તો તેને ફ્રેશ બેટરી સાથે એક્સચેન્જ કરાવી લો.
– એક્સ્ટ્રીમ ટેમ્પ્રેચર પર ફોનને ના રાખો.
– મોબાઇલને 100% ચાર્જ ના કરો. જો તમે 100% ચાર્જ કરો છો તો તેનાથી બેટરી ખરાબ થવાની સંભાવનાઓ વધી જાય છે. મોબાઇલની બેટરી 80થી 85% સુધી ચાર્જ કરવી જોઇએ.
– આખી રાત મોબાઇલને ચાર્જિંગમાં મુકવાથી બેટરી ઝડપથી ખરાબ થવા લાગે છે અને તેની અસર ફોનના પરફોર્મેસ પર પણ પડે છે.
– મોબાઇલની બેટરી 20%થી ઓછી થયા પહેલા ચાર્જ પર કરવા પર પણ તે ધીરે-ધીરે ખરાબ થવા લાગે છે. કોશિશ કરો કે બેટરી 20%થી ઓછી હોય ત્યારે જ ચાર્જ કરો.
– મોબાઇલને કોઇ ગરમ જગ્યા પર રાખીને ચાર્જ કરવાથી બેટરી ઝડપથી ગરમ થવા લાગે છે. આવું વારંવાર થવાથી બેટરી અને મોબાઇલ ઝડપથી ખરાબ થવા લાગે છે.