8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર! પોલીસ પણ ચકરાવે ચઢી ગઇ

ઉત્તર પ્રદેશનાં મહરાજગંજમાં ચોવિસ કલાકથી ગૂમ આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને શોધવામાં પોલીસ તે સમયે ચકરાવે ચઢી ગઇ જ્યારે તેનાં ફોન કોલ ડિટેલ્સની જાણકારી મળી. CDRથી જે વાતો સામે આવી છે તે મુજબ, વિદ્યાર્થિની 36 યુવકોથી મોડી રાત સુધી લાંબી ચેટ કરી તેમને બ્લોક કરી ચૂકી છે.

કોણ તેને ભોળવીને લઇ ગયું, અત્યાર સુધી પોલીસ એટલાં યુવકોને જોઇને કન્ફર્મ નથી કરી શકતા કે કોણ હોઇ શકે. હવે પોલીસ સ્કૂલમાં તેની સાથે ભણનારી છોકરીઓની પૂછપરછ કરી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, વિદ્યાર્થિનીનો ક્લોઝ ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ શામેલ છે.

પોલીસ મુજબ, શનિવારનાં એક ફરિયાદ મળી હતી કે શહેરમાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં આઠમાં ધોરણાં ભનારી એક સગીરા વાર્ષિક પરીક્ષા આપવાં માટે ઘરમાંથી નીકળી પણ પરત ન આવી.

પરિજનોએ જ્યારે સ્કૂલથી સંપર્ક કર્યો તો માલૂમ થયું કે તે, પરીક્ષા આપવાં નહોતી પહોંચી. કંઇક અનહોની આશંકાનાં પગલે યુવતીને શોધવામાં મદદની આસા લઇ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરી યુવતીને શોધવામાં લાગી ગયા હતાં.

વિદ્યાર્થિનીનાં ગૂમ થયાનાં કેસમાં પોલીસે પ્રારંભિક તપાસ માટે તેનો મોબાઇલ WhatsApp ચેટ શોધવાનું શરૂ કર્યું. પોલીસે WhatsApp ચેટનાં આધારે યુવતીનાં એક મિત્રને બોલાવી તપાસ શરૂ કરી. તો યુવતીનાં મિત્ર અને અન્ય યુવકોની સાથે ચેટ જોઇ છક થઇ ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

સીડીઆ રિપોર્ટમાં 36 નંબર એવાં મળ્યાં જેની સાથે રાત્રે બે બે વાગ્યા સુધી લાંબી ચેટ થઇ હતી. એક એક કરીને તમામ નંબરને બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. હાલમાં જે નંબર સાથે વાતચીત ચાલુ હતી તે સગીર સાથે પુછપરછ ચાલુ છે.

તપાસ દરમિયાન એક વિદ્યાર્થી એવો મળ્યો જેણે પુછપરછમાં જણાવ્યું કે, તે પણ તે સગીરાને પ્રેમ કરતો હતો અને તેને આર્થિક મદદ પણ કરતો હતો. તે વિદ્યાર્થીને આ વાત માલૂમ ન હતી કે, સગીરા આટલાં બધાં છોકરાઓ સાથે વાત કરતી હતી. આટલું જાણતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો તેને માંડ માંડ શાંત કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે, યુવતીને કોરોનાકાળમાં ઓનલાઇન ભણવાં માટે પરિજનોએ મોબાઇલ ફોન ખરીદી આપ્યો હતો. વિદ્યાર્થીએ ઘર છોડતાં પહેલાં તેનાં સ્માર્ટ ફોન ઘરે જ મુકી દીધો હતો અને તેનાં ફેસબૂક ફ્રેન્ડ સાથે ભાગી ગઇ હતી. જોકે, જતાં પહેલાં તેણેઆ વાત તેની બહેનપણી સાથે કરી હતી.

પોલીસે બાકી બ્લોક નંબર સાથે જોડાયેલાં લોકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. આઠમાં ધોરણમાં ભણતી સગીરા ઘરેથી વાર્ષિક પરીક્ષા આપવાનાં બહાને નીકળી હતી પણ સ્કૂલ પહોંચી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો