આજકાલ બહુ જ ઓછા લોકો ઘરગથ્થું ઉપચારો અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ નહીં પણ થોડાક જ દિવસોમાં તમને રિઝલ્ટ આપશે. મોટાપો ઓછો કરવા માટેના આઠ નુસખાઓ જે તમે જાણ્યા બાદ જરૂર અપનાવશો.
૧. લીંબુ અને મધનું કરો સેવન :
લીંબુ ના અંદર વજન ઘટાડવા માટેના આયુર્વેદિક ગુણ હોય છે. સવારે ખાલી પેટ એક ચમચી લીંબુના રસને બે ચમચી મધ સાથે નવશેકા પાણીમાં અથવા તાજા પાણીમાં મિક્સ કરીને પીવો. આ કરવાથી ઝડપથી વજન ઘટશે.
૨. ભૂખને કરો નિયંત્રિત :
દિવસમાં વધારેમાં વધારે ત્રણ વાર ભોજન કરો. જો તમે તમારી ભૂખને નિયંત્રિત નથી કરી શકતા તો પેટ પર એક ભીનું કપડું બાંધો, આનાથી તમારી ભૂખ નિયંત્રિત થશે. આ સિવાય તમે ઓછા મીઠા ફળ જેવા કે સફરજન, પપૈયું, કાકડીનો સલાડ બનાવી સેવન કરી શકો છો.
૩. પાણી પીવું શા માટે જરૂરી છે ?
તમે મીઠા જ્યુસ કે સરબત પીવાનું બંધ કરી દો અને જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે સાદું પાણી જ પીવો. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાથી વજન ઝડપથી ઘટશે અને સ્વાસ્થ પણ સારું રહેશે.
૪. શા માટે ઓછી માત્રામાં ભોજન કરવું જોઈએ ?
વજન ઓછું કરવા માટે બધા જ લોકો જાણે છે કે એ ઓછું ભોજન લેશે તો એમનું વજન ઘટી જશે. એટલે જ તમારા ભોજનમાં ઘટાડો કરો. જો દિવસની ૧૦ રોટલી ખાતા હોવ તો ઓછી કરીને નવ કરી દો અને અઠવાડિયામાં દસ ટકા ભોજન ધીમે ધીમેં ઓછું કરો.
૫. જમવા સમયે વધારે પાણી ન પીવો:
જમવા સમયે ઓછું પાણી પીવું જોઈએ. ઘણા લોકોને જમતા સમયે પાણી કે દૂધ પીવાની આદત હોય છે અને આ કારણે ઘણીવાર એમનો મોટાપો વધી જાય છે. પાણી હંમેશા જમ્યાના એક કલાક પહેલા કે એક કલાક પછી પીવું જોઈએ.
૬. જમ્યા બાદ ફરો:
કેટલાક લોકોને જમ્યા બાદ ટીવી જોવાની કે સુઈ જવાની આદત હોય છે અને આમ કરવાથી વજન ઘટી શકે છે. જમ્યા બાદ ઓછામાં ઓછું ૧૦-૧૫ મિનિટ સુધી ચાલવું જોઈએ.
૭. કાર્બોહાઇડ્રેટનું ઓછી માત્રામાં સેવન કરો:
ખાંડથી બનેલા બધા જ ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. આવી ચીજોનું સેવન ઓછું કે બંધ કરવાથી વગર કસરતે તમારું વજન ઓછું થશે.
૮. ફાસ્ટફૂડથી દુર રહો:
ફાસ્ટફૂડ મેંદાથી બનેલા હોય છે અને આનાથી વજન વધવાનો ખતરો રહે છે અને સાથે જ પેટનું કેન્સર થવાનો પણ ખતરો રહે છે. યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો ફાસ્ટફૂડ ખાય છે અને આ કારણે ત્યાં મોટાપો અને કેન્સર પીડિત લોકો વધારે છે……