હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 29 ઓગસ્ટ, શનિવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપેયીના જણાવ્યાં પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઘાટ પૂજા કરવામાં આવી હતી. આ પર્વ વિવિધ જગ્યાએ શ્રીકૃષ્ણના જન્મ બાદ થતાં માંગલિક કાર્યક્રમ જળ પૂજા, ઘાટ પૂજા અને સૂરજ પૂજા સ્વરૂપમાં ઉજવવામાં આવે છે.
પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ અને મહત્ત્વઃ-
- પરિવર્તિની એકાદશી વ્રતનું નિયમ પાલન દસમ તિથિ રાતથી શરૂ કરો અને બ્રહ્મચર્યના નિયમોનું ધ્યાન રાખો.
- એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સાફ કપડા પહેર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લો. આ દિવસે ઉપવાસ અથવા વ્રત કરવામાં આવે છે. અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી. જો શક્ય ન હોય તો એક સમયે ફળાહાર કરી શકાય છે.
- આ દિવસે ભગવાન કૃષ્ણ અને વામન દેવની પૂજા વિધિ-વિધાનથી કરવી જોઇએ. જો તમે જાતે પૂજા કરી શકો નહીં તો કોઇ બ્રાહ્મણ પાસે કરાવી શકો છો.
- ભગવાનને પંચામૃત ચઢાવ્યા બાદ તમે ચરણામૃત પીવો
- ત્યાર બાદ ભગવાનને ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો
- રાતે ભગવાન વામનની મૂર્તિ સામે જ સૂઇ જાવ અને બીજા દિવસે બારસ તિથિએ વેદપાઠી બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપી આશીર્વાદ પ્રાપ્ત કરો.
ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિ વિધિપૂર્વક પરિવર્તિની એકાદશીનું વ્રત કરીને રાતે જાગરણ કરે છે, તેમના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે અને તેઓ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. આ વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
વિષ્ણુ પુરાણ પ્રમાણે પરિવર્તિની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. આ વ્રત વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં યુધિષ્ઠિરને જણાવ્યું છે. આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ સહિત ત્રણેય લોકની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..