મધ્યપ્રદેશમાં મહિલા સરપંચ 30 આલીશાન ગાડીની માલિક! એક એકરમાં વૈભવી બંગલો, 4 જગ્યા પર લોકાયુક્તના દરોડામાંથી 10 કરોડની પ્રોપર્ટી મળી

મધ્યપ્રદેશના રીવા લોકાયુક્ત પોલીસે બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળતાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. ટીમ મંગળવારની સવારે 4 ઠેકાણે દરોડા પાડવા પહોંચી છે.

મહિલા સરપંચના અત્યારસુધી 2 બંગલા હોવાની જાણ થઈ છે. બૈજનાથ ગામમાં 1 એકરના ક્ષેત્રમાં વૈભવી બંગલો બનાવ્યો છે. એમાં સ્વિમિંગ પૂલ પણ છે. લોકાયુક્તની ટીમ આ બધું જોઈને ચોંકી ઊઠી. બીજું ઘર ગોડહર સ્થિત શારદાપુરમમાં છે. બંને જગ્યાઓ પર તપાસ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બે ક્રશર પ્લાન્ટ
સરપંચના નામે 2 ક્રશર પ્લાન્ટ પણ છે. અહીં પણ તપાસ ચાલી રહી છે. અત્યારસુધીમાં 30 વાહન પણ મળ્યાં છે, જેમાં જેસીબી, ચેન માઉન્ટેન મશીન, ફોર-વ્હીલર વગેરેનો સમાવેશ થાય છે. લગભગ 10 કરોડની સંપત્તિ અત્યારસુધી સામે આવી છે.

તપાસ હજી ચાલુ છે
લોકાયુક્તના SP રાજેન્દ્ર કુમાર વર્માએ જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો 4 સ્થળે કાર્યવાહી કરી રહી છે. સંપત્તિની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો