મધ્યપ્રદેશના જબલપુરના ગોરાબાજાર વિસ્તારમાં એક ખેડૂતના મોતની ઘટના બાદ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે માર મારવાથી ખેડૂત બંસીલાલનું મોત થયું છે. લોકડાઉન ભંગના મુદ્દે ત્રણ દિવસ પહેલા ખેડૂત બંસીલાલને માર મારવામાં આવ્યો હતો, કે જ્યારે તેઓ તેમના ખેતરથી પરત ફરી રહ્યા હતા. પોલીસના માર બાદ તબિયત લથડી જતા આ ખેડૂતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારના રોજ ઈલાજ દરમિયાન આ ખેડૂતનું મોત નીપજ્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
પૂછપરછ દરમિયાન ખેડૂત પર લાઠીચાર્જ કર્યો
लॉकडाउन: पुलिस पिटाई से किसान की मौत, जान जाने से पहले किसान ने क्या कहा आप भी सुनिए। https://t.co/P7ND1F4G9N pic.twitter.com/7iE6nxpBIy
— NBTMadhyapradesh (@NBTMP) April 20, 2020
લોકડાઉન દરમિયાન ગુરુવારે રાત્રે પોલીસકર્મીઓએ ખેડૂત બંસીલાલને રોક્યા અને પૂછપરછ દરમિયાન તેમના પર લાઠીચાર્જ કર્યો. તેમના કમર નીચે ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળી રહ્યા હતા. જ્યારે માર ખાતા ખાતા આ ખેડૂત બેભાન થઈ ગયો ત્યારે પોલીસકર્મીઓ ત્યાંથી જતા રહ્યા.
હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન ખેડૂતનું મોત નીપજ્યું
लॉकडाउन: पुलिस पिटाई से किसान की मौत पर क्या कहना है जबलपुर के एसपी का https://t.co/P7ND1F4G9N pic.twitter.com/zAFGCSy2tI
— NBTMadhyapradesh (@NBTMP) April 20, 2020
ત્યાં હાજર લોકોએ આ ખેડૂતને ઘર સુધી પહોંચાડ્યા. આ ઘટનાના 2 દિવસ બાદ ખેડૂત બંસીલાલની તબિયત ખરાબ થઈ ગઈ અને હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન તેમનું મોત નીપજ્યું. ખેડૂત બંસીલાલે મૃત્યુ પહેલા પોતાના અંતિમ નિવેદનમાં પોલીસવાળાએ જે માર માર્યો હતો તે વિશે જણાવ્યું છે.
આ પણ વાંચજો – મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ચીનને મોટો ફટકો, 1000 વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ ખોલવા માટે ઉત્સુક
5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા
આ ખેડૂતના મોત બાદ તેમના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ખેડૂતને દંડાથી મારનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહીની માગ કરી. આ ઘટનાની જાણ થતા જ એસપી અમિત સિંહે એએસઆઈ સહિત 5 લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને લઈને રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ એક ટ્વિટ કરી કે જેમાં પ્રદેશ સરકારને આ મુદ્દે ગંભીરતાથી નોંધ લેવાની અને યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..