બનાસકાંઠામાં પત્ની સાથે આડા સંબંધોની શંકામાં નાનાભાઈએ પાવડાથી મોટાભાઈની હત્યા કરી નાખી

બનાસકાંઠા જિલ્લાના (Banaskatha) શેરગઢ ગામે પત્ની સાથે આડા સંબંધોની શંકા (love affair)માં નાનાભાઈએ મોટાભાઈની કરપીણ હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાના પગલે દાંતીવાડા (Datiwada) મામલતદાર અને એફએસએલ (FSL)ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશન (Datiwada Police Station) મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારા ભાઈની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે નાનાભાઈએ મોટા ભાઇની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં રતુભાઈ દેવીપુજક પોતાની પત્ની સાથે મનમેળ ન હોય છૂટાછેડા લઈ હાલમાં એકલા જ રહેતા હતા. જેથી તેમનો નાનો ભાઈ ભરત દેવીપુજક તેની પત્નીને મોટાભાઈ રતુભાઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો, અને અવાર નવાર આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી.

આ દરમિયાન ગઈ મોડીરાત્રે બંને વચ્ચે બાબલ થયા બાદ રતુભાઈ ખાટલામાં સુતા હતા ત્યારે ભરતે રતુભાઈના માથામાં પાવડાના ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે દાંતીવાડા પોલોસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે દાંતીવાડા મામલતદાર તેમજ એફએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતકની લાશને પી એમ અર્થે ખસેડી હતી અને હત્યારા ભરત સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈ કાલે જિલ્લામાંથી એક સગીર વિદ્યાર્થીનીની છેડતીની ગટના સામે આવી હતી. જેમાં ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી વિડિયો ઉતાર્યો હોવાની ઘટના બની છે. જેમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની બે મહિના અગાઉ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી, તે સમયે એકલતાનો લાભ લઇ નવિનભાઈ નામના શિક્ષકે તેનું મોઢુ દબાવી રૂમાલ બાંધી દીધો હતો, ત્યારબાદ અન્ય ચાર વિદ્યાર્થીઓએ તેની સાથે છેડતી કરી વિદ્યાર્થિનીના કોલર ફાડી દઈ તેનો વિડીયો ઉતાર્યો હતો અને આ વાત કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીનીને છોડી મૂકી હતી. આ ઘટનાથી વિદ્યાર્થીની ખૂબ જ ડરી ગઈ હતી. જે બાદ એક દિવસ તેના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેના પરિવારજનો ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લંપટ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો