ગરમી આવતાંની સાથે વીજળીનું બિલ વધી જાય છે. અનેક એવા કારણો હોઇ શકે છે જેને તમે જાણતાં નહીં હોવ. વીજળીનું મીટર યોગ્ય રીડિંગ બતાવી રહ્યું છે કે નહીં, તેની ખાતરી કરવી જરૂરી છે. આજે અમે આપને આવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ.
જો 1000 વૉટના કોઇ સાધનને 1 કલાક સુધી ચલાવવામાં આવે છે તો તે 1 યૂનિટ વીજળી ખર્ચ કરે છે. સામાન્ય ઘરમાં 1થી દોઢ ટનનું એસી હોય છે. સૌથી પહેલાં આ એસીની સાથે મળેલી બુકલેટમાં જુઓ કે કેટલા વોટ પર તે ચાલે છે. સામાન્ય રીતે 1000 વૉટથી લઇને 2250 વૉટ સુધી ચાલે છે.
વીજળીનું મીટર યોગ્ય છે કે નહીં તે જાણવા માટે દરેક સાધનો બંધ કરો અને પછી એસી ચલાવો. જો એસી 1000 વૉટનું હશે તો 1 કલાકમાં મીટર પર 1 યૂનિટ વીજળી વપરાયેલી બતાવશે. જો એસી 2000 વૉટનું હશે તો વીજળીના મીટર પર 1 કલાકમાં 2 યૂનિટ વીજળી ખર્ચ થયેલી જેખાડશે. જો આવું થાય છે તો મીટર અને એસી બંને બરોબર છે. પણ જો મીટરમાં વધારે લાઇટ વપરાય છે તો તેનો અર્થ એ છે કે મીટર ફાસ્ટ ચાલી રહ્યું છે. નક્કી કરેલી લિમિટથી વીજળી વધારે વપરાય છે. આ વાતને આ રીતે જાતે જ ચેક કરી શકાય છે.
ઘરમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો એસી જેટલું બિલ ખર્ચ કરતા નથી. કોઇ સાધનો એક સાથે ચલાવવામાં આવે તો 1 કલાકમાં 1000 વૉટ સુધીની વીજળી ખર્ચ થાય છે. તેમાં પંખા, કૂલર, ટ્યૂબ લાઇટ, માઇક્રોવેવથી લઇને અન્ય સાધનો હોઇ શકે છે. દરેક સાધનની બુકલેટમાં તે કેટલા વૉટ પર ચાલે છે તે લખેલું હોય છે. મીટર પર રીડિંગ વધારે આવે છે તો તેમા ખામી હોઇ શકે છે. શક્ય છે કે જૂના સાધનોના કારણે વધારે વીજળી વપરાતી હોય..
ઉત્તરપ્રદેશ લાઇટ બિલ વિભાગના રિટાયર એક્ઝીક્યૂટિવ એન્જિનિયર દેવકી નંદન શાંતનું કહેવું છે કે પંખો એક વાર લગાવી દીધા બાદ તેના પર ધ્યાન રાખવું જરૂરી છે.દર વર્ષે તેનું ઓઇલિંગ કરાવી લેવાય તો તે સારી રીતે ચાલે છે. લાઇટ બિલ પણ ઓછું આવે છે. તેનું સૌથી મોટું કારણ છે કે ઓઇલિંગથી તેના બેરિંગ સરળતાથી ચાલવા લાગે છે અને સાથે વીજળીનો વપરાશ ઓછો થાય છે. ઘરમાં 5 પંખા હોય અને તે 5-7 વર્ષ જૂના છે તો તે 75 વૉટ લાઇટ વાપરે છે. 75 વોટના 5 પંખા ઘરમાં 10 કલાક ચાલતા હોય તો 112.5 યૂનિટ વીજળી વપરાય છે. વધારે જૂના પંખા હોય તો 125 યૂનિટ લાઇટ વપરાય છે. જરૂરી છે કે તેના મેન્ટેનન્સ પર ધ્યાન આપવામાં આવે.
ઘરમાં ગરમીમાં સૌથી વધારે વીજળી એસીથી ખર્ચ થાય છે. સ્ટાર રેટિંગના એસી થોડા સમયથી આવ્યા છે. આ માટે જાણવું જરૂરી છે કે જૂના એસી કેટલી વધારે વીજળી ખર્ચ કરે છે. તમારા ઘરમાં 1.5 ટનનું એસી લગાવ્યું છે અને તમે તેને 8 કલાક પણ રોજ ચલાવો છો તો 1 સ્ટાર રેટિંગના આધારે તે લગભગ 9 યૂનિટથી વધારે વીજળી ખર્ચ કરે છે. જ્યારે 5 સ્ટાર રેટિંગનું એસી હોય તો તે લગભગ 7 યૂનિટનો વપરાશ કરશે. એટલે રોજ 2 યૂનિટની વીજળી ખર્ચ ઓછો થાય છે.
સામાન્ય રીતે એક ટ્યૂબ લાઇટ 40 વૉટની હોય છે. પણ તે જ્યારે જૂની થાય છે ત્યારે તેનો ચોક વધારે વીજળીનો વપરાશ કરે છે. આ વધેલી વીજળીનો વપરાશ 15 ટકા સુધીનો હોઇ શકે છે. જો કે એલઇડીનો વપરાશ પણ યોગ્ય ગણાય છે. એલઈડી 7-10 વૉટની લાઇટ 40 વૉટની ટ્યૂબ લાઇટ બરોબર હોય છે..
આ પણ વાંચજો..