હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે પણ દીવાલ પર પોપડીની સમસ્યા થઇ શકે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે. આ સમસ્યાને દૂર કરવી સહેલું કામ નથી. પરંતુ કેટલાક ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
– વરસાદની ઋતુમાં ઘરની દીવાલમાં થતી પોપડીથી બચાવવા માટે તેની પર હળવા રંગનો પેઇન્ટ કરાવી લો. તેનાથી દીવાલ પર કોઇ જીવાણું નહીં થાય અને સુંદર પણ લાગશે. પરંતુ પેઇન્ટ કરવાથી પહેલા દીવાલની તિરાડ ભરાવી દો. જેથી ઉપરથી કરવામાં આવેલ વોટર પ્રૂફ પેઇન્ટ લાંબો સમય ટકી રહેશે અને સારો લુક આપશે.
– ઘરમાં થયેલી પોપડીને દૂર કરવા માટે તમે પાણી અને વિનેગરને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ઉમેરી લો. ત્યાર પછી તેને ફૂગ લાગેલી દીવાલ પર સ્પ્રે કરીને થોડીક રાખી મૂકો. ત્યાર પછી સૂકા કપડાથી તેને સાફ કરી લો.
– પોપડીને દૂર કરવા માટે દીવાલને ડિટર્જંન્ટની મદદથી પણ સાફ કરી શકાય છે. પાણીમાં ડિટર્જેન્ટ ઉમેરીને કપડું ભીનું કરીને દીવાલને સ્વચ્છ કરી લો, આવું તમે ઓછામાં 4-5 દિવસ સુધી કરો. જેથી પોપડી દૂર થઇ જશે.
– રસોઇમાં ઉપયોગ થતા બેકિંગ સોડા સાફ-સફાઇના કામમાં પણ ખૂબ ઉપયોગમાં આવી શકે છે. સ્પ્રે બોટલમાં પાણી ઉમેરીને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરી લો. તેનાથી દીવાલ પર સ્પ્રે કરો અને બ્રશની મદદથી સાફ કરી લો.
– પોપડી થવા પર કેટલીક વખત ઘરમાં અલગ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રંગ-બેરંગી ફુલોથી ઘરને સજાવવા બેસ્ટ ઓપ્શન છે. આ ફુલોને ફ્લાવર પોટમાં સજાવીને તમે ઘરની સુંદરતા વધારવાની સાથે સુગંધ પણ આવી શકે છે.
– આ વાતનું ખાસ ધ્યાન રાખો કે વરસાદના દિવસમાં ઘરના કોઇપણ ખૂણામાં પાણી એકઠું ન થાય. તે સિવાય બારી અને દરવાજાની ફ્રેમને પણ સીલ બંધ રાખો. જો છત પરથી થોડૂક પણ પાણી ટપકી રહ્યું છે તો તરત જ તેને રીપેરીંગ કરાવો.
– કેટલીક વખત દીવાલના નીચેના ભાગમાં પોપડીના ધબ્બા નજરે પડે છે. જેનું કારણ ગ્રાઉન્ડ વોટર છે. જે ધીમે-ધીમે ઉપર ચઢે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..