યુવતીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરાઈ, આ કારણે લેવાયો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી કેન્દ્રીય કેબિનેટે બુધવારે યુવતીઓ માટે લગ્નની કાયદેસર વય 18થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ જેવા અંગત કાયદાઓમાં સુધારા લાવશે.

પ્રસ્તાવ પાછળ આ હેતુ
જયા જેટલીએ કહ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલામણ પાછળનો અમારો તર્ક ક્યારેય વસ્તી નિયંત્રણનો નહોતો. NFHS -5 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના ડેટા પહેલાથી જ દર્શાવે છે કે કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આ વિચાર પાછળ મહિલા સશક્તિકરણનો વિચાર છે.

ભારતમાં પહેલીવાર કુલ પ્રજનન દર 2.0
NFHS- 5ના ડેટા અનુસાર ભારતે પ્રથમ વખત 2.0 નો કુલ પ્રજનન દર હાંસલ કર્યો છે, જે 2.1 પર TFR ના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. આ પરિણામો કહે છે કે આગામી વર્ષોમાં વસ્તી વિસ્ફોટની શક્યતા નથી. ડેટા એ પણ દર્શાવે છે કે બાળ લગ્નો 2015-16માં 27 ટકાથી ઘટીને 2019-21માં 23 ટકા થયા છે. સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ જેટલીએ જણાવ્યું હતું કે ટાસ્ક ફોર્સની ભલામણ, નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ પછી અને વધુ મહત્ત્વની વાત એ છે કે યુવા પુખ્ત વયના લોકો, ખાસ કરીને યુવા મહિલાઓ સાથે ચર્ચા કર્યા પછી આવી છે કારણ કે આ નિર્ણય તેમને સીધી અસર કરે છે. 15થી વધારે સરકારી સંગઠનોને પણ તેમાં સામેલ કરાયા હતા. આ સાથે યુવાઓ તરફથી પ્રતિક્રિયા મળી કે લગ્નની ઉંમર 22-23 વર્ષની હોવી જોઈએ. હાલમાં થોડી મુશ્કેલીઓ છે.

શું કરાઈ હતી રજૂઆત
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન 2020માં બનેલી ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડો. વી. કે. પોલ અને ડબલ્યૂસીડી, સ્વાસ્થ્ય અને શિક્ષા મંત્રાલયના સચિવ પણ સામેલ હતા. તેઓએ ભલામણ કરી કે નિર્ણયની સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. દૂરના વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાના કેસમાં પરિવહન સહિત યુવતીઓને માટે શાળા અને વિશ્વવિદ્યાલયો સુધી પહોંચવાની માંગણી કરી છે. સમિતિએ એમ પણ કહ્યું કે યૌન શિક્ષાને ઔપચારિક રૂપ આપવામાં આવે અને શાળાકીય પાઠ્યક્રમમાં સામેલ કરાય. પોલિટેકનિક સંસ્થામાં મહિલાના પ્રશિક્ષણ, કૌશલ અને વ્યવસાય પ્રશિક્ષણની સાથે આજીવિકા વધારવાની માંગ કરી છે. તેમાં કહેવાયું છે કે યુવતીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે તો માતા પિતા લગ્ન કરાવતા પહેલા વિચારે તે જરૂરી છે.

હિંદુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 5 (iii) ના આધારે યુવકની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને યુવતીઓ માટે 21 વર્ષ નક્કી કરાઈ છે. વિશેષ વિવાહ અધિનિયમ 1954 અને બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 પણ ક્રમશઃ યુવતીઓ અને યુવકો માટે વિવાહ માટે સહમતિની ન્યૂનતમ આયુના રૂપમાં 18 અને 21 વર્ષ નક્કી કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો