બોલિવૂડમાં શોકની લહેર: લતા મંગેશકરનું નિધન.. 92 વર્ષે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ, આજે સાંજે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર

92 વર્ષની ઉમરે કોકિલ કંઠી લત્તાજીનું આજે અવસાન થયું છે..કોરોના અને ન્યુમોનિયા થતા તેમણે છેલ્લા 29 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.જો કે ગત રોજ તબિયત વધુ લથડતા આજે તેમનું નિધન થયું છે.

સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
લતાજીના પાર્થિવ દેહને બપોરે 12.30 વાગ્યે પ્રભુ કુંજ લઈ જવામાં આવશે જ્યાં તેમના પરિવારજનો, સંબંધીઓ અને અન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ લગભગ 4 વાગ્યે, તેમના પાર્થિવ દેહને શિવાજી પાર્ક લઈ જવામાં આવશે જ્યાં સાંજે 6.30 વાગ્યે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે દરમિયાન બે દિવસ સુધી ત્રિરંગો ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. લતાજીના નિધન બાદ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.

લતાજીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
પોલીસ દ્વારા લતાજીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ યાત્રા લશ્કરી વાહનમાં નીકાળવામાં આવશે..અને રાષ્ટ્રીય સન્માન સાથે સાંજે 6.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર થિયેટર આર્ટિસ્ટ તથા ગાયક હતા. તેમના પિતાએ બે લગ્ન કર્યાં હતાં. તેમના પિતાએ ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. પહેલાં લગ્ન નર્મદા સાથે કર્યાં હતાં. જોકે, તેમનું અવસાન થતાં નર્મદાની નાની બહેન શેવંતી (પછી નામ શુધામતી રાખવામાં આવ્યું હતું) સાથે લગ્ન કર્યા હતા. આમ લતા મંગેશકર અડધાં ગુજરાતી હતાં.

લતાજીને નાનપણથી જ ગાવાનો શોખ હતો. સંગીતમાં પહેલેથી જ તેઓ રસ ધરાવતાં હતાં. લતાએ 13 વર્ષની ઉંમરમાં 1942માં મરાઠી ફિલ્મ ‘પહલી મંગલાગૌર’માં ગીત ગાયું હતું. 1947માં હિંદી ફિલ્મ ‘આપકી સેવા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 36 ભાષાનાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. 2015માં લતાજીએ છેલ્લીવાર નિખિલ કામતની ફિલ્મ ‘ડોન્નો વાય 2’માં ગીત ગાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો