રાજકોટમાં પીડીયુ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરે આત્મહત્યા કરી હતી તો સુરતમાં પણ એક મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. અહીં હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લેતા માતાનું હૈયાફાટ રૂદન થયું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મળતી માહિતી પ્રમાણે મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી.
આજે રવિવારે ક્વાર્ટરના રૂમમાંથી જીગીશાનો મૃતદેહ મળી આવ્યો હતો. જીગીશાએ હાથમાં ઇન્જેક્શન વડે વધુ પડતો ઓરવડોઝ લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. જે પૈકી એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે.
જીગીશાએ ગત રોજ પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. દરમિયાન આજે જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડી હતી.
જીગીશાની માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. જેથી તે દીકરીના ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી હતી. અંતે જ્યારે માતા દીકરી જીગીશાને મરણ હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન રડતા કહ્યું કે મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે.
જીવન ટૂંકાવનાર જીગીશા પટેલના પિતા કનુભાઈએ જણાવ્યું કે જીગીશા તેના જીવનની કોઈપણ નાનામાં નાની પળો કે વાતો કરતી હતી. તે કોઈપણ વાતો મારાથી છુપાવતી ન હતી.
શનિવારે રાત્રે કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.જ્યારે રેસિડેન્ટ તબીબની માતા ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી હતી.
અંતે જ્યારે માતા દીકરી જીગીશાને મરણ હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કરતા કહ્યું કે મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..