એક સમયે હતો ખૂંખાર આતંકવાદી, હવે દેશ માટે થયો શહીદ, આપવામાં આવી 21 બંદૂકની સલામી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે અથડામણમાં શહીદ થયેલા લાન્સ નાયક નઝીર અહેમદ વાની(38) ક્યારેક પોતે આતંકવાદી હતી. જોકે, બાદમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. આર્મીએ વાનીને સાચ્ચો સૈનિક જણાવ્યો છે. તેમણે 2007 અને આ વર્ષે ઓગસ્ટમાં બહાદુરી માટે સૈન્ય મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

– સૈન્યના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા પ્રમાણે, ‘વાનીએ બાટાગુંડમાં અથડામણ દરમિયાન ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ ઈલાજ દરમિયાન તેનું મોત થયું. દુઃખના સમયમાં આર્મી વાનીના પરિવાર સાથે છે.’ અથડામણમાં 6 આતંકવાદી માર્યા ગયા હતા.

ભારત માતાના આ વીર પુત્રને સલામ, બહાદુરી માટે બે વખત મળ્યું છે સૈન્ય મેડલનું સન્માન, આતંકીઓ પર કહેર બનીને કર્યો હુમલો, દેશ માટે છાતી પર ખાધી ગોળી.

21 બંદૂકોની અપાઈ સલામી

કુલગામના ચેકી અશ્મુજી ગામમાં રહેતા વાની શરૂઆતમાં આતંકવાદી હતી, પરંતુ બાદમાં હિંસાથી અંતર બનાવી લીધું. 2004માં તેમણે આર્મી જોઈન કરી. ટેરિટોરિયલ આર્મીની 162મી બટાલિયનથી તેમણે કેરિયરની શરૂઆત કરી. સોમવારે અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટવામાં આવ્યું અને 21 બંદૂકોની સલામી આપવામાં આવી. તેમના પરિવારમાં પત્ની, દીકરો અને દીકરી છે. વાનીના ગામની આસપાસ ઘણી આતંકવાદી ગતિવિધિઓ થાય છે.

હિઝબુલ અને લશ્કર સાથે જોડાયેલા હતા આતંકવાદી

25 નવેમ્બરના રોજ શોપિયાંના હિપુરા બાટાગુંડ વિસ્તારમાં 6 આતંકવાદી માર્યા ગયા હતા, જેમાંથી 4 હિઝબુલ મુઝાહિદ્દીન અને બે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તેમની ઓળખ ઉમર મજીદ ગની, મુશ્તાક અહેમદ મીર, મોહમ્મદ અબ્બાસ ભટ, મોહમ્મદ વસીમ વગઈ, ખાલિદ ફારૂખ મલી તરીકે થઈ. ઉમર ગની બાટમાલૂ એનકાઉન્ટર દરમિયાન બચી ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી તેની તસવીર વાયરલ થઈ હતી, જેમાં ઉમર લાલ ચોકની આસપાસ દેખાયો હતો. છેલ્લા બે વર્ષમાં તે ઘણા જવાનો અને સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ રહ્યો હતો.

સુરક્ષાદળોના કાફલા પર થયો પથ્થરમારો

– સુરક્ષાદળોની કાર્યવાહીને જોતા શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ પ્રદર્શનકર્તાઓએ અથડામણ દરમિયાન પાછા ફરી રહેલા જવાનોનાં કાફલા પર પથ્થરમારો કર્યો. જવાબી કાર્યવાહીમાં અમુક પથ્થરમારો કરનારા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો