જયારે જયારે હિન્દુ ધર્મનું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સ્થાપાય છે ત્યારે ઘણા માણસો તે વાત સાંભળીને આનંદિત થતાં હોય છે. પરંતુ ઘણા માણસો આ સમાચાર સાંભળે છે અને તેમના હૈયામાંથી વરાળ નીકળવા લાગે છે… લાખો રુપિયાના ખર્ચે મંદિરો શા માટે ? આવો પ્રશ્ન ઘણા માણસોના મગજમાં ચાલતો હોય છે ? મંદિરો પાછળ શા માટે ખર્ચો કરવાનો? રૂપિયા ખર્ચવા જ હોય તો શાળા-કોલેજો-હોસ્પીટલો પાછળ ખર્ચવા જોઈએ ને ? આવી ચર્ચા ઘણા માણસો ગામના ચોરે બેસીને અથવા બગીચામાં બેઠા-બેઠા કરતાં હોય છે.
સંસારની રોજની ઝંઝટમાંથી મુક્ત થવા માટે માણસો બગીચામાં જાય છે, તો કોઇ રમત ગમતનાં સ્ટેડીયમો, સિનેમાગૃહો, સંગીતના જલસાઓ, આનંદ પ્રમોદ માટે સિનેમાગૃહોમાં જાય છે તો શું તેની પાછળ કરોડો અને અબજો રૃપિયાનો ખર્ચ નથી કરવામાં આવતો ? આ સ્થાનોથી તાજગી થોડી ક્ષણો માટે જ કદાચ મળે છે. જયારે તેની આડઅસરોનો કોઈ પાર નથી. જયારે મંદિરો એ શાશ્વત શાંતિનાં ધામ છે અને તેની કોઈ આડ અસર નથી. મંદિરો બાંધવામાં અને ચલાવવામાં જે ખર્ચ થાય છે તેને ખર્ચ ના કહેવાય. પરંતુ ખરા અર્થમાં ધીરાણ કહેવાય. જેમાંથી વ્યાજ સહિત મુદ્દલ પાછી મળે છે.
પરંતુ ઘણા માણસો ખોટી ચિંતા કરતાં હોય છે કે, મંદિરો પાછળ અઢળક ખર્ચ શા માટે ?
દર અઠવાડીયે કરોડો રુપિયાના ખર્ચે અનેક ફિલ્મ રિલિઝ કરાય છે. તેમાં શું રુપિયા નથી વેડફાતા ? તેની સામે તમારે કોઈ વાંધો નથી ? આ ફિલ્મોમાંથી લોકો શું શીખે છે ? લૂંટફાટ, ચોરી, બળાત્કાર – બહેન દીકરીની મશ્કરી , આત્મહત્યા. નાના બાળકો આ જોઈને ખૂન કરે છે તે શું આપ આ જાણતા નથી ? આ ફિલ્મમાંથી કયો સારો સંદેશો મળે છે ? એકટરો- હિરોઈનો કેટલું કમાય છે ? એ સહુના વર્તન શું પ્રેરણાદાયી છે ? તેમાં કામ કરનારા કેવું ન ખાવાનું ખાય છે ? ન પીવાનું પીવે છે ? તે બધું શું યોગ્ય છે ?
લોકો દિકરા દિકરીના લગ્ન પાછળ ડેકોરેશનમાં લાખો રુપિયા ખર્ચે છે તેનો વાંધો નથી ?
ભારત મેચ જીતશે કે વેસ્ટેન્ડીઝ ? કેટલા પૈસાના સટ્ટા લાગે છે ? વર્ષમાં એક જ વખત સ્ટેડીયમ વપરાય છે છતાં તેની પાછળ કેટલા ખર્ચા કરાય છે ? આપણા હિન્દુ ધર્મના અવતારો- તેમના સંતો-ભક્તોની મૂર્તિઓ મંદિરોમાં સ્થાપવા મોટા મંદિરો બાંધવામાં આવે તેની પાછળ વાંધો ? અમુક ઠેકાણે પ્રદર્શનો-આર્ટ ગેલેરી ઉભી કરાય છે તેની પાછળ ખર્ચનો વાંધો નથી ?
ભક્ત ભગવાનને રહેવા માટે અને પોતાના બાળકો દરરોજ અને દર રવિવારે બીજે જયાં ત્યાં ના જાય અને મંદિરમાં જઇને દર્શન કરે, ત્યાં જઇને રમે – ત્યાં જઈને સંતોની વાત સાંભળે – આપણા વૈદકાલિન સંસ્કારો શીખવાના પાઠ મેળવે તેની પાછળનો ખર્ચ આપણને અયોગ્ય લાગે છે ? સર્વ શ્રેષ્ઠ પાત્ર ભગવાન છે તેમના રહેવા માટેના મંદિરની પાછળ ખર્ચ ના કરવો જોઈએ? અને દેશના કહેવાતા રાજકીય નેતાઓની ઓફિસો તેમના આવાસો- તેમના વાહનો પાછળ ખર્ચ થાય છે તેનો કોઈ વાંધો નહિ ? એમની પાછળ કેટલાય માણસો ઉભાને ઉભા રહે તેના ખર્ચાનો કોઈ જ વાંધો નહિ ? તેમની સામે કોઈ પ્રશ્ન જ નહી ?
રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે, મંદિરો એ દિવાન એ આમ છે. દરેક વ્યકિત મંદિરોમાં ભેદભાવ વગર પ્રભુને મળી શકે છે. તેને પામવાના પ્રયત્નો કરી શકે છે. મંદિરોમાં ભેગા થવાથી ભ્રાતૃભાવ કેળવાય છે. ગુરુતા અને લઘુતાગ્રંથી નિવૃત પામે છે. મંદિર એ સમષ્ટિ ગત હેતુ છે.
મંદિરથી શું મળે છે તેમ વિચારવાના બદલે એમ વિચારવું જોઈએ કે મંદિરથી શું નથી મળતું ?
માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર. માણસને ઘડવા માટે મંદિર. સમાજ ઘડતર માટે મંદિર. આપણા ઋષિમુનિઓ એ આર્ષદ્રષ્ટા હતા. તેમણે વિચાર્યું કે, સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે બધા જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ મંદિર દ્રારા થઈ જ શકે તેમ છે. તેથી મંદિરો ની સ્થાપના થઈ છે. મંદિર હિન્દુત્વનું એક અભિન્ન અંગ છે. મંદિર વિનાના હિન્દુત્વની કે સનાતન ધર્મની કલ્પના અસંભવ છે.
પરંતુ આજેય ઘણા પૂછે છે કે, મંદિરોથી માણસને શું મળે છે ? જો કે આનો જવાબ વાણી અને તર્કબુદ્ધિની સીમાથી પેલે પારનો છે. પરંતુ માણસ મંદિરોમાંથી કાંઇ પામતો જ ન હોત તો હજારો વર્ષોથી મંદિરો શા માટે જનમેદનીથી છલકાતાં હોત ? મંદિરોમાંથી જો કાંઈ મળતું જ ન હોત તો માણસોને નવાં નવાં મંદિરો કરવાની લગની શા માટે લાગી હોત ? તેથી મંદિરોની ખાસ જરૂર છે, છે અને છે જ.
આજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મહંતસ્વામી મહારાજ દ્વારા આ ધરતી પર ૧૨૦૦ થી વધુ મંદિરો અને ૨ અક્ષરધામ મહામંદિર ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રહ્યા છે..આપણે પણ ભાગ્યશાળી છીએ કે આપણને એવા ગુરુહરીનું સાંનિધ્ય મળ્યું છે જે આપણને માયાથી બહાર કાઢી અક્ષરધામમાં લઇ જાય એવા સમર્થ છે..મંદિર એ ખોટા ખર્ચા નથી..મંદિરને બદલે સંડાસ બાંધો એ વાત ઉચિત નથી..સંડાસ બાંધવાની જરૂર છે..પણ મંદિરના બદલે સંડાસ બાંધવું એ નાહકની વાતો છે..અને આમ પણ આપણા દેશમાં લોકોને ક્રાંતિકારી થવાનું ગાંડપણ છે..
Source:- narayanswarup1921.blogspot.in
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799