ખંડવા-વડોદરા રાજમાર્ગ પર ગેરકાયદે રેત પરિવહનને રોકવા માટે મહિલા ખનીજ અધિકારી કામના ગૌતમ લગભગ 42 કલાક(ગુરવારે સવારે 5 વાગ્યાથી શુક્રવારે રાતે 10 વાગ્યા સુધી) સ્થાનિક પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર મોરચો સંભાળ્યો. જોકે, તેમની મદદ માટે ન કલેક્ટર આવ્યા અને કોઈ પ્રશાસનિક કાફલો મોકલ્યો. એસપી વિપુલ શ્રીવાસ્તવે બે જવાન જરૂર મોકલ્યા. શુક્રવારે રાતે 10 વાગ્યા બાદ સુધી પણ મહિલા ઓફિસર ત્યાં જ રહી હતી.
આ એરિયા આમ તો રાતે સુરક્ષિત નથી. બીજી તરફ મહિલા ઓફિસરના જુસ્સાની આગળ ઘણા ટ્રક ચાલકોએ હાર માની લીધી અને તે ટ્રક આમતેમ ખાલી કરીને ફરાર થઈ ગયા. શુક્રવારે પણ સ્થાનિક પોલીસ સ્ટેશનથી અંદાજે 200 મીટર દૂર બોરખડ ઉમાવીની આગળ દીપાની ચોકી અને અકલૂ રોડ પર 100થી વધારે રેતીથી ભરેલા વાહનો ઊભા હતા.
રાતે 11 વાગ્યે પણ સતર્ક, ભૂખ લાગી તો ચેકિંગ પોઈન્ટ પર જમી
ગુરુવારે સવારે 5 વાગ્યે ખનીજ અધિકારી કામના ગૌતમ બે હોમગાર્ડ જવાનોની મદદથી પોલીસ સ્ટેશનની સામે ઊભી રહી. આખો દિવસ રેત વાહનોની તપાસ કરી. વાહનોનાં ચાલકો તેનો થાકીને પોઈન્ટ પરથી હટવાની રાહ જોતા રહ્યા. રાતે 11 વાગ્યે પણ કામના ગૌતમ સતર્કતા સાથે રેતીથી ભરેલા વાહનોની તપાસ કરતી જોવા મળી. આ દરમિયાન ભૂખ લાગી તો હોટલથી ખાવાનું મંગાવીને ત્યાં જ ખાઈ લીધું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.