ગુજરાતની આ બહેનો બની વેપારી: વર્ષે 4 કરોડનું ટર્નઓવર

વિસનગર: મહેસાણા જિલ્લાનું બાસણા ગામ સ્ત્રીઓનાં સામાજિક અને આર્થિક સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે. અંદાજે 4500ની જન સંખ્યા ધરાવતા આ ગામમાં દરેક ઘેર ગાયો કે ભેંસો છે. જેનો વહીવટ મહિલાઓ જ કરે છે. આથી 13 વર્ષ અગાઉ ગામની મહિલાઓએ મહિલાઓ દ્વારા જ સંચાલિત સ્વતંત્ર દૂધ મંડળી ઊભી કરવાનો વિચાર કર્યો. બે વર્ષની મહેનત બાદ ગામમાં ભાડાના મકાનમાં બીજી મહિલા દૂધ મંડળી શરૂ કરી.

શરૂઆતમાં થોડી તકલીફ પડી. પણ મહિલાઓ મક્કમ રહી. આજે 11 વર્ષ પછી આ મંડળીમાં વર્ષે 10 લાખ લિટર દૂધ ભરાય છે અને તેનું વર્ષે રૂ.4 કરોડ જેટલું એટલે કે એક નાની કંપની જેટલું માતબર ટર્નઓવર ધરાવે છે. આ મહિલાઓએ દૂધ મંડળી માટે રૂ.એક કરોડના ખર્ચે આધુનિક સાધનો ધરાવતું વિશાળ મકાન પણ ઊભું કર્યું છે. વિસનગર તાલુકાના બાસણા ગામની મહિલાઓને વર્ષ 2005માં દૂધ મંડળી શરૂ કરવાનો વિચાર આવ્યો અને વર્ષ 2007માં અર્બુદાનગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નામે 11 સભ્યોની કારોબારી સાથે દૂધ મંડળી શરૂ કરી.

સુરેખાબેનએ જણાવ્યું કે, દૂધનો વ્યવસાય મહેનતવાળો છે

દરરોજ 2200 લીટર દુધ જમા થાય છે

ભાડાના મકાનમાં ચાલતી આ દૂધ મંડળી ચલાવવામાં મહિલાઓઅે અનેક તફલીફ વેઠવી પડી. આજે મંડળીમાં 463 સભાસદ છે. દૈનિક 2200 લિટર દૂધ જમા થાય છે. ગત વર્ષે આ દૂધ મંડળીએ રૂ.11 લાખનો નફો કર્યો હતો.મંડળીનાં પ્રમુખ નીતાબેન શૈલેશકુમાર ના જણાવ્યા મુજબ, મંડળી બનાવતી વખતે તકલીફો પડી હતી. પરંતુ હાલમાં દૂધ ઠંડુ કરવા બલ્કકૂલર સહિતની આધુનિક સામગ્રી સાથે પોતાનું મકાન ઊભું કરી દીધું છે. મકાઇ ભરડો જાતે બનાવીએ છીએ.

મહિલાઓને પ્રોત્સાહન માટે મંડળી બનાવાઇ

મહિલાઓને પ્રોત્સાહન માટે મંડળી બનાવાઇ

દૂધ ભરાવવા આવેલાં શારદાબેન મહેન્દ્રભાઇએ જણાવ્યું કે, અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મહિલાઓનો વિકાસ થાય તે માટે મંડળી બનાવી હતી, જેમાં અમને પરિવારનો પણ સાથ સહકાર મળ્યો છે. પશુપાલક સુરેખાબેનએ જણાવ્યું કે, દૂધનો વ્યવસાય મહેનતવાળો છે. જેની સામે દૂધના પૂરતા ભાવ મળતા નથી, પોષણક્ષમ ભાવ મળવા જોઇએ.

શારદાબેન મહેન્દ્રભાઇએ જણાવ્યું કે, અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી