દુર્ઘટના: મૂળ કચ્છ અને હાલ મુંબઈમાં રહેતા પરિવારના સાસુ અને થનાર પુત્રવધુ મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવા જતા નર્મદા નદીમાં તણાયા, બંનેના મોત

ભેળાઘાટ પર સેલ્ફી લેતાં સાસુ અને થનાર પુત્રવધુનો પગ લપસી ગયો
મૂળ સામખિયાળીના અને હાલ મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની પરિવાર સાથે મધ્યપ્રદેશના જાણીતા ભેળાઘાટ ફરવા ગયા હતા. જ્યાં તેમના પત્ની અને થનાર પુત્રવધુનું અકમસાતે નર્મદા નદીના તેજ પ્રવાહમાં સેલ્ફી લેતાં તણાઈ જવાથી કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. બનાવના પગલે કચ્છ અને મુંબઇ સોની સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

એમ.પી.ના તિલવાડા પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈથી જબલપુર જિલ્લાના પર્યટન સ્થળ ભેળાઘાટ ખાતે ફરવા માટે ગયેલા મૂળ સામખિયાળીના અને વર્ષોથી મુંબઈના ઘાટકોપરમાં રહી જવેલર્સનો વ્યવસાય કરે છે. અરવિંદભાઈ તેમના પત્ની હંસાબેન, પુત્ર રાજ અને થનાર પુત્રવધુ રિદ્ધિબેન પર્યટનસ્થળ ભેળાઘાટ પર ગયા હતા. જ્યાં 50 વર્ષીય હંસાબેન અને થનાર પુત્રવધુ 22 વર્ષીય રિદ્ધિ પીંછડીયા હોટેલ ગોપાલ નજીકના જાહેર સ્થળ પર આવેલી એક પથ્થરની ચટ્ટાન પર ચડીને મોબાઈલ ફોનમાં સેલ્ફી લઈ રહ્યા હતા.

આ દરમિયાન બન્નેએ સંતુલન ગુમાવતા નર્મદા નદીના પડી ગયા હતા. ઝડપભેર વહેતા પાણીમાં સાસુ અને થનાર પુત્રવધુ બન્ને તણાઈ જવા પામ્યા હતા. બનાવના પગલે ઉપસ્થિત જન સમૂહમાં બુમાબુમ મચી જવા પામી હતી અને પાણીમાં વહેતા બન્ને મહિલાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસ નાકામ રહ્યાં હતાં. સાસુ હંસાબેનને બચાવ કામગીરી દરમિયાન કિનારે લવાયા હતા, પરંતુ તેમના શ્વાસ ઉભા રહી ગયા હતા. જ્યારે રિદ્ધિબેનનો મૃતદેહ કલાકોની જહેમત બાદ નદીમાંથી મળી આવ્યો હતો. મૃતકમાં જે સાસુ છે એમનું પિયર પક્ષ અંજાર છે અને એમના ભાઈ અંજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવે છે.

ઘોજારી દુર્ગટનાના સાક્ષી રહેલા પિતા પુત્ર બનાવ બાદ હતપ્રભ બની ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે તેમને સાંત્વના અને હિંમત આપી માનસિક આઘાતમાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા. હતભાગી બન્ને મૃતકોના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ સગા સંબંધી વર્ગ દ્વારા રૂબરૂ પહોંચી મુંબઇ લાવવામાં આવ્યા હતા. જ્યાં અલગ અલગ સ્થળે સાંજે 6 વાગ્યે અંતિમવિધિ કરાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો