માંડવી તાલુકાના કાઠડા ગામનો ચારણ પરિવાર છેલ્લા દોઢ દાયકાથી શ્વાનોની સેવામાં એટલો તલ્લીન છે કે દર માસે 6000 રોટલા અને 180 કિલો રબડી બનાવીને પોતાના હાથે વન વગડામાં સવાર-સાંજ નિત્યક્રમ પીરસે છે. આ સેવાકાર્ય કોરોનાની પરિસ્થિતિમાં પણ અવિરત ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સવારે નવથી બપોરે બે વાગ્યા સુધીમાં રોજ 200 ઘઉંના રોટલા અને દૈનિક 6 કિલો રબડી બનાવવા પાછળ દર માસે વીસ હજારનો ખર્ચ કરી ચોમાસું હોય કે શિયાળુ દરેક પરિસ્થિતિમાં ભોજન આપવામાં આવે છે. સેવા ભાવનાથી રંગાયેલા રામઈબેન જશાભાઈ ચારણનો સંપૂર્ણ પરિવાર તન, મન અને ધનથી સેવામાં જોડાયેલો છે. જશાભાઈ પૂનશી વનપાલક તરીકે નિવૃત્ત થતાં તેમનો પેન્શન અબોલ જીવોની રક્ષા તેમજ તેમની સેવામાં ખર્ચતા હતા. તેમની પુત્રી સોનલબેન ચારણ વનવિભાગમાં ગાર્ડ તરીકે જોડાઈ માતા-પિતાની પ્રેરણાથી તેઓ પણ શ્વાનોની સેવામાં જોડાયેલા છે અને પરિવાર સાથે પસેવા એ જ સાધના સુત્રને સાર્થક કરી રહ્યા છે. ચારણ પરિવાર દ્વારા શ્વાનને ભરપેટ ભોજનની સાથે અપંગ પશુઓની પણ સેવા કરવામાં આવે છે. જેમાં શ્વાનો માટે કૃત્રિમ શરીરના અંગો બેસાડી દેવાય છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે જશાભાઈ દોઢ દાયકા પહેલા જંગલમાં કુતરીએ બચ્ચા આપતા તેમના ખાવા માટે સ્થાનિકે કોઈ સગવડ નહીં હોવાથી ઘરેથી રોજ બે-ચાર રોટલા લઈને આપવાનો શરૂ કરતા શ્વાનનો પરિવાર બનતા અને અન્ય જોડાયા આજે રોજ 200 જેટલા ઘઉંના રોટલા તેમના પુત્રો વાલજીભાઈ, રામભાઈ અને નવીનભાઈની સાથે પુત્રી સોનલબેન પીરસવા જાય છે. આ સાથે કબૂતરોને ચણ, સાંજે કીડીયારો અચૂક આપવામાં આવે છે. સામાન્ય આવક છતાં પણ છેલ્લા 15 વર્ષથી મોટી રકમ સેવા પાછળ ખર્ચ કરવામાં આવી રહી છે તેમજ તેમના ઉમદા કાર્યથી અન્યોને પણ પ્રેરણા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..