જામનગરમાં ક્રિષ્ના એજયુ. ટ્રસ્ટ વિધાર્થીઓની વહારે આવ્યું, 200થી પણ વધુ છાત્રોની પ્રથમ 3 માસની ફી માફ કરશે

કોરોના મહામારી અને તેનો ફેલાવો અટકાવવા કરવામાં આવેલા લોકાડાઉનમાં સેવાકીય અને સામાજીક સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, ગ્રુપ દ્વારા ભોજન, રાશન કીટ, ફુડ પેકેટનું વિતરણ સહીતના સેવાકીય યજ્ઞ ધમધમી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં જામનગરનું ક્રિષ્ના એજયુકેશન ટ્રસ્ટ વિધાર્થીઓના વહારે આવ્યુ છે અને ત્રણ મહીનાની ફી માફ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ટ્રસ્ટ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા અને નવો પ્રવેશ લેનાર વિધાર્થીઓએ વર્ષ 2020-21 ના પ્રથમ ત્રણ મહીનાની ફી આપવી નહીં પડે. 200થી પણ વધુ છાત્રોને આ નિર્ણયનો લાભ મળશે. પરિણામે મંદીના આ માહોલમાં વાલીઓને આર્થિક રાહત રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આગામી નવા શૈક્ષણીક વર્ષ 2020-21 માં પ્રથમ ત્રણ મહીનાની ફી માફ
જામનગરના ક્રિષ્ના એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી જયવીનભાઇ દવેએ જણાવ્યુ઼ં હતું કે, કોરોના બિમારીમાં રાષ્ટ્રીય સેવાયજ્ઞમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળા એસઇએસ સ્કેફટ એજયુકેશન સિસ્ટમ કે જેમાં ગુજરાતી માધ્યમમાં ધો.1 થી 12, અંગ્રેજી માધ્યમમાં ધો.1 થી 8, સીબીએસઇમાં ધો.1 થી 5 માં અભ્યાસ કરતા હાલના તેમજ નવા પ્રવેશ લેનાર તમામ વિધાર્થીઓને આગામી નવા શૈક્ષણીક વર્ષ 2020-21 માં પ્રથમ ત્રણ મહીનાની ફી માફ કરવામાં આવી છે.

નિ:શુલ્ક ફિઝિયોથેરાપી તપાસ અને સારવારની સુવિધા પણ શરૂ કરાઇ
કોરોના મહામારી વચ્ચે ક્રિષ્ના એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની શાળાના વિધાર્થીઓને ત્રણ મહીનાની ફી માફી સાથે ટ્રસ્ટની ફીઝીયોથેરાપી ઇન્સ્ટીટયુટ દ્વારા ઓન કોલ નિ:શુલ્ક ફીઝીયોથેરાપીની તપાસ તથા સારવારની સુવિધા આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો