ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે કિસ્મત ક્યારે કોને સાથ આપે તેનો નમૂનો હાલ કેરળમાં જોવા મળ્યો હતો કોરોનાના કપરા સમયમાં એક સામાન્ય પેન્ટર ખરીદી કરવા નીકળ્યો અને 500ના છુટાન હોવાથી લોટરી ખરીદી અને એજ દિવસે તેને ખબર પડી કે તે કરોડ પતિ બની ગયો છે.
રવિવારની સવાર હતી અને સદાનંદન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા હતા. 500 રૂપિયાના છુટા ન હોવાથી. તેણે દુકાનદાર પાસેથી લોટરી લીધી. આ એક પલે સદાનંદની જિંદગી બદલી નાખી.
સદાનંદ ઘણા સમયથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. પરંતુ તેનું નસીબ ક્યારેય સાથ આપતુ નહોતું. પણ આ વખતે લોટરીની ટિકિટ ખરીદ્યાના થોડા કલાકો પછી જ તેને ખબર પડી કે તેને જેકપોટ લાગ્યો છે. જેની ઈનામી રકમ 12 કરોડ હતી. બસ થોડા કલાકોમાં જ સદાનંદન કરોડો પતિ બની ગયા.
કેરળના કોટ્ટાયમનો મામલો
77 વર્ષીય સદાનંદન ઓલીપારમ્બિલ (Sadanandan Oliparambil) કેરળના કોટ્ટયમના વતની છે. તે કેરળ સરકારની ક્રિસમસ-ન્યૂ યર લોટરી જીતીને 12 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતીને ચર્ચામાં છવાયા છે. સદાનંદન છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત લોટરીની ટિકિટો ખરીદતા હતા પરંતુ તેને ક્યારેય લોટરી લાગી ન હતી જો કે આ વખતે તેમણે બમ્પર ઇનામ જીત્યું છે.
અચાનક બની ગયા કરોડપતિ
સદાનંદનને 500 રૂપિયાની છુટા જોતા હતા આથી સેલ્વાન નામના સ્થાનિક લોટરી વિક્રેતા પાસેથી લોટરી ટિકિટ ખરીદી. બપોરે તને ખબર પડી કે જે છુટા માટે તેણે ટિકિટ ખરીદી હતી તેણે કલાકોમાં તેને કરોડપતિ બનાવી દીધા.
સંઘર્ષભર્યુ હતુ જીવન
સદાનંદન તેમની પત્ની અને બાળકો સાથે કુદયમપાડી પાસે એક નાનકડા મકાનમાં રહે છે. તે વ્યવસાયે ચિત્રકાર છે, કોરોનાકાળમાં તેમનું જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યુ હતુ. તે કહે છે- હવે હું મારું પોતાનું સરસ ઘર બનાવવા માંગુ છું અને મારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગુ છું. રકમ કેવી રીતે ખર્ચવી તે તેના બે પુત્રો સનીશ અને સંજય સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશે. અત્યારે તો આ પરિવાર મારે ખુશીના પલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..