ગુજરાતીઓની દાળમાં તેમજ કેટલાક શાકમાં સ્વાદ માટે કોકમનો (Kokum)ઉપયોગ થાય છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કોસ્ટલ વિસ્તારમાં મસાલા તરીકે કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે. કોકમ સીઝનલ હોય છે, જેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેનો વપરાશ (Use)આમલી તરીકે પણ થાય છે. ઉપરાંત કોકમ શરબત(Drink) ઉનાળામાં પણ ખૂબ પીવામાં આવે છે. કોકમમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, પોષક તત્વો, વિટામીન્સ અને મીનરલ્સ મળે છે. જે વાળ અને ત્વચા માટે સારા માનવામાં આવે છે. તેમજ કોકમમાં રહેલા એસિટીક એસિડ, મેગ્નેશિયમ, હાઈડ્રોસાઈટીક એસિડ અને કેલેરી પણ શરીર માટે જરૂરી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આવી રીતે બનાવો શરબત
સૌપ્રથમ સુકાયેલા કોકમને ચાર કપ પાણીમાં એક થી બે કલાક સુધી પલાળી રાખો. હવે તેને સારી રીતે મેશ કરો. પાણીને ગાળી લો. એક તપેલીમાં બાકીના કોકમ, ખાંડ, શેકેલ જીરું પાવડર, એલચી પાવડર, કાળું મીઠું અને સામાન્ય મીઠું નાંખો. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં, ત્યાં સુધી પાંચ મિનિટ ધીમી આંચે ઉકાળો. હવે તપેલીમાં કોકમનું પાણી નાખી સારી રીતે ઉકાળો. ત્યારબાદ તે ઉતારી લો. મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થાય ત્યારે મિશ્રણને ગાળી કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો. હવે શરબત બનાવવું હોય ત્યારે 3થી 4 ચમચી કોકમ ગ્લાસમાં નાખી ઠંડુ પાણી ઉમેરો. કોકમનું શરબત તૈયાર છે.
• કોકમના ફાયદા
હૃદયને રાખે તંદુરસ્ત
કોકમમાં ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કેલેરીનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. કોકમમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ તદ્દન હોતા નથી. તેમાં રહેલા મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝના કારણે હાર્ટ તંદુરસ્ત રહે છે. બ્લડપ્રેશર પણ સામાન્ય રહે છે.
યુવાન દેખાવ આપે
કોકમમાં એન્ટી-ઇનફ્લામેટરી અને એન્ટિઓક્સિડેટિવના ગુણ ભરપૂર હોય છે. જે ત્વચાને એજિંગથી બચાવે છે. ત્વચા પર ખીલ કે ફોડલી થતાં નથી. સ્કિન ડાઘ વગરની થઈ જાય છે.
લીવરને ડિટેક્સ કરે
જો કોકમનું નિયમિત સેવન કરવામાં આવે તો તે લીવરમાં ઓક્સિડેટિવના ડીજનરેશનને ધીમુ કરે છે. પરિણામે શરીર ઠંડું રહે છે. કોકમના સેવનથી લીવર પોતાનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે અને તંદુરસ્ત રહે છે.
વજન ઘટાડે
કોકમના જ્યુસમાં HCA જોવા મળે છે. જે હાયપોકોલેસ્ટેરોલેમિક એજન્ટ તરીકે કામ કરે છે. તે કેલેરીને ફેટમાં બદલાતા એન્ઝાઇમ્સને નિયંત્રિત કરે છે. વજન ઓછું કરવા માટે 400 ગ્રામ કોકમના ફળને 4 લિટર પાણીમાં ઉકાળો અને જ્યારે 1 લીટર પાણી વધે ત્યારે તેને ગાળી લો. તેનું સવાર-સાંજ સેવન કરો. વજન ઝડપથી ઘટશે.
સ્ટ્રેસને ઓછું કરે
કોકમમાં હાઇડ્રોક્સિલ-સાઇટ્રિક એસિડ હોય છે. જે ચિંતા અને તાણને ઓછા કરવામાં મદદગાર છે. તમારે દરરોજ કોકમનું એક ગ્લાસ શરબત પીવું જોઈએ.
પાચન ક્રિયા સારી રાખે
કોકમ આંતરડાના બેક્ટેરિયાને સુરક્ષા પૂરી પાડે છે. તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ અજીર્ણ, ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓને આપણાથી દૂર રાખે છે.
એન્ટિ-એલર્જિક ગુણધર્મ, બળતરામાં રાહત આપે
શરીરમાં એલર્જીની તકલીફ, ત્વચા પર ફોલ્લીઓ થાય તો પછી તમે કોકમનો ઉપયોગ કરી શકો છો. તમે તેને દાઝેલા અથવા ચીરો પડ્યો હોય તે ભાગ પર લગાવી ઝડપથી રાહત મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..