શું તમને ખબર છે? કોણીમાં વાગે ત્યારે કરંટ જેવો ઝટકો કેમ લાગે છે? તેના પાછળનું કારણ જાણો અને શેર કરો

તમારી સાથે ઘણી વખત એવુ થયુ હશે જ્યારે તમારી કોણી કોઈ વસ્તુ સાથે અથડાઈ હોય અને એક ઝટકો વાગ્યો હોય. પરંતુ આવું કેમ થાય છે જાણો છો?

કોણી કોઈ પણ વસ્તુ સાથે અથડાય ત્યારે અચાનક કરંટ જેવો અનુભવ થાય છે. એવું કેમ થાય છે વિચાર્યું ક્યારેય? નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ હાડકાને સામાન્ય ભાષામાં ફની બોન્સ (Funny bone) કહે છે. જ્યારે કોઈ કડક વસ્તુથી આ હાડકુ અથડાય છે તો કરંટ લાગે છે. તેનું મુખ્ય કારણ છે અલનર નર્વ જે આ ભાગથી પસાર થાય છે. આ હાડકાને ફની બોન્સ કહેવામાં આવે છે અને કરંટ જેવો ઝટકો કેમ આવે છે આવો જાણીએ આ સવાલના જવાબમાં..

એક રિપોર્ટ અનુસાર ખભાથી કોણીની વચ્ચે રહેલા હાડકાને હ્યુમરસ કહે છે. હ્યુમર શબ્દથી જ તેનુ નામ ફની બોન્સ પડ્યું છે. ત્યાં જ અન્ય રિપોર્ટ અનુસાર, આ હાડકા સાથે કંઈ પણ અથડાવવાથી કરંટ મહેસુસ થાય છે આમ થવા પર આ એક મજાકની જેમ લાગે છે માટે તેનું નામ ફની બોન રાખવામાં આવ્યું છે. હવે સમજીયે કે કરંટ કેમ લાગે છે.

કેમ લાગે છે કરંટ?
રિપોર્ટ્સ અનુસાર શરીરમાં એક અલ્નર નર્વ હોય છે. આ નર્વ સ્પાઈનથી નીકળે છે અને ખભાથી થઈને આંગળીઓ સુધી પહોંચે છે. આ નર્વ કોણીના હાડકાને સુરક્ષા આપવાનું કામ કરે છે. માટે જ્યારે પણ નર્વ પર કોઈ વસ્તુ અથડાય છે તો વ્યક્તિને લાગે છે કે અસર હાડકા પર થયો છે જ્યારે સીધી રીતે તે અલ્નર નર્વને પ્રભાવિત કરે છે. એવું થવા પર ન્યુરોન્સ બ્રેન સુધી સિગ્નલ પહોંચે છે અને રિએક્શન થવા પર કરંટ જેવો ઝટકો લાગે છે.

રિપોર્ટ અનુસાર કોણીથી પસાર થતો ભાગ ફક્ત ત્વચા અને ફેટથી ઢાકેલું હોય છે. આ રીતે જ્યારે કોણી કોઈ વસ્તુથી અથડાય છે તો આ નર્વને ઝટકો લાગે છે. સરળ ભાષામાં સમજીએ તો આ ભાગમાં ઈજા પહોંચવાનો મતલબ છે અલ્નર નર્વ પર ઈજા પહોંચવી. સીધા નર્વ પર પડતા આ દબાણ એક તેજ ઝંઝનાહટ જેવું મહેસુસ કરાવે છે. રિપોર્ટ્સ અનુસાર કોણીમાં દુખાવો કે ઝંઝનાહટ થવા માટે ફની બોન્સ નહીં પરંતુ અલ્નર નર્વ જવાબદાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો