માવા વિના બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘૂઘરા, આ ખાસ ટ્રિક ફોલો કરવાનું ભૂલતા નહીં

હવે તમે પણ ગુજરાતી સ્પેશિયલ ઘૂઘરા બનાવી શકો છો. આ ફટાફટ બની જશે અને ખાવાની પણ બધાંને મજા આવી જશે. બજારની મિઠાઈઓ ગમે એટલી મોંઘી લાવો એ નુકસાન જ કરે છે. જ્યારે ઘરમાં બનેલી સ્વીટ્સ વધુ પણ ખવાય જાય તો નુકસાન નહીં કરે. આ ઘૂઘરા તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકશો અને તેમાં માવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો જાણી લો રેસિપી.

સામગ્રી

  • ઝીણી સોજી- 1 કપ
  • ઘી- જરૂર મુજબ
  • દળેલી ખાંડ- 1 કપ
  • અડધો કપ કાજુના ટુકડા
  • અડધો કપ બદામના ટુકડા
  • અડધો કપ કિશમિશ
  • અડધો કપ પિસ્તા
  • 1 કપ સૂકા કોપરાનું છીણ
  • 1 ચમચી એલચી પાઉડર
  • 2 કપ મેદો

ઘૂઘરાનો લોટ બાંધવાની રીત

સૌથી પહેલાં ઘૂઘરાનો લોટ બાંધવા માટે મેદો લેવો. તેમાં ચપટી મીઠું અને 3 ચમચી ઘી એડ કરો અને થોડું થોડું પાણી એડ કરી પુરી કરતાં થોડો કડક લોટ બાંધી દો. હવે લોટને ઢાંકીને સાઈડમાં મૂકી દો.

ઘૂઘરાનો મસાલો તૈયાર કરવાની રીત

હવે પેનમાં 4-6 ચમચી ઘી લઈને તેમાં સોજી 5 મિમિટ સુધી શેકીને કાઢી લો. હવે એ જ પેનમાં કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ ધીમા તાપે શેકી લો અને પછી મિક્સરમાં અધકચરા વાટી લો. ત્યાર બાદ એ જ પેનમાં સૂકા નારિયેળની છીણને બે મિનિટ શેકી લો. હવે એક બાઉલમાં શેકેલી સોજી, નારિયેળની છીણ, દળેલી ખાંડ, બધાં ડ્રાયફ્રૂટ્સ, એલચી પાઉડર બધું નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ છૂટું પડે એવું લાગે તો તેમાં 2-3 ચમચી દૂધ એડ કરી શકો છો. હવે ઘૂઘરાના લોટના લૂવા કરીને તેની પૂરી વણી લો. તેમાં 1 ચમચી સ્ટફિંગ એડ કરીને બજારમાં મળતા સંચાથી અથવા તો ફોકથી ડિઝાઈન કરીને સીલ કરી દો. સીલ કરતી વખતે પુરીની કિનારી પર સહેજ પાણી લગાવી દેવું. તમે લોટ કઠણ બાંધશો તો તેનું પડ કડક બનશે. હવે ગરમ તેલમાં મીડિયમ ગેસ પર ઘૂઘરા લાઈટ ગોલ્ડન તળી લો. તૈયાર છે એકદમ ટેસ્ટી અને મજેદાર સ્પેશિયલ ઘૂઘરાની મિઠાઈ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો