આ સમય નવો સંકલ્પ બનાવવા માટે આદર્શ સમય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી કિડનીને હેલ્ધી રાખવાના ઉપાયને લઇને પણ સંકલ્પ લેવો જોઇએ. કિડની આપણા શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંથી એક છે. મોટાભાગે આપણે કિડનીનું હેલ્થ સાચવવા પર ધ્યાન આપતા નથી. કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવું તે શરીરના અન્ય અંગોની દેખરેખ કરવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. કિડનીની બીમારીઓથી સંપૂર્ણ શરીર અસ્વસ્થ થઇ શકે છે પરંતુ તેમ છતાં પણ તમે કિડનીની ફંકશનિંગને નજરઅંદાજ કરીને સતત કિડનીને નુકશાન પહોંચાડવાનું કામ કરો છો. હેલ્ધી કિડની માટે ડાયેટ ઘણું મહત્ત્વ ધરાવે છે.
એક તંદુરસ્ત કિડની શરીરના કચરાને સારી રીતે અલગ કરે છે અને હૉર્મોનનું ઉત્પાદન સારી રીતે કરવામાં મદદ કરે છે જે તેના સંચાલનને સુનિશ્ચિત કરે છે. તમે કિડની મજબૂત કરવાના ઘરેલૂ ઉપાય પણ કરી શકો છો, પરંતુ તમારે સૌથી પહેલા પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાની જરૂર છે.
કિડનીને હેલ્ધી અને મજબૂત રાખવાના ઉપાય
હાઇડ્રેશનનું ધ્યાન રાખો
આપણે બધા જાણીએ છીએ કે પીવાનું પાણી સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ ખૂબ જ વધારે પાણી પીવાથી સમસ્યા થઇ શકે છે જેમ કે ખૂબ જ ઓછું પાણી પીવાથી, ખાસ કરીને જો કિડની ફેલ થવાની સમસ્યા છે. એટલા માટે ખૂબ જ પાણી પીઓ લગભગ એક દિવસમાં 3 થી 4 લીટર પાણીનું સેવન કરો. તેનાથી તમને હેલ્ધી કિડની મેળવવામાં મદદ મળી શકે છે.
હેલ્ધી કિડની માટે ડાયેટનું ધ્યાન રાખો
ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર કિડનીની બીમારીનું પ્રમુખ કારણ છે એટલા માટે સ્વસ્થ, ઓછું સોડિયમ, ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતા ખાદ્ય પદાર્થ પસંદ કરવા જે આ પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પોતાના પોષક તત્ત્વોનું ધ્યાન રાખો અને હંમેશા બેલેન્સ ડાયેટ લો. પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબરનું સેવન કરો.
પોતાની જાતને હંમેશા એક્ટિવ રાખો
એક નિયમિત કસરત તમને સ્વસ્થ બનાવી રાખવા, ડાયાબિટીસ અને હૃદય રોગને રોકવા અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કસરત ન માત્ર તમારી કિડનીને મજબૂત રાખવામાં મદદ કરી શકે છે પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્યને હેલ્ધી રાખી શકે છે.
આ વસ્તુઓનું સેવન ન કરશો
કિડની બ્લડમાંથી હાનિકારક પદાર્થોને હટાવવા માટે જવાબદાર છે. એવામાં જો તમે ધૂમ્રપાન અને દારૂનું સેવન કરો છો તો તમે કિડનીને પણ વીક બનાવી રહ્યા છો. એટલા માટે તમે તેને એક આરામ આપો. કિડની ઓવર-ધ-કાઉન્ટર દવાઓને પણ ફિલ્ટર કરે છે, એટલા માટે ક્યારેય વધારે દવા ન લેશો અને એવી દવાઓ લેવાનું ટાળો જેની તમને જરૂર નથી.
પોતાની કિડની પ્રોફાઇલ પર વિચાર કરો
કેટલાક લોકોને કિડનીની બીમારી હોવાની શક્યતાઓ વધારે હોય છે અને દેખરેખ માટે તેમણે વધારે પરિશ્રમ કરવાની જરૂર હોય છે. આપણે જાણીએ છીએ ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર સૌથી મોટા લાલ ઝંડા છે, પરંતુ વિચાર કરવા માટે કેટલાય અન્ય પરિબળ છે. હૃદય રોગ, વધુ વજન અને ધૂમ્રપાન પણ ઉંમર અને પરિવારના ઇતિહાસની સાથે યાદીમાં સૌથી ઉપર છે.
સમય-સમય પર કિડનીની તપાસ કરાવતા રહો
કિડનીની બીમારીને ‘સાઇલેન્ટ કિલર’ સ્વરૂપે માનવામાં આવે છે, કારણ કે દર્દી લક્ષણો દેખાય ત્યાં સુધીમાં કિડનીનું કાર્ય કેટલાય ટકાવારી સુધી ઓછું થઇ ગયું હોય છે. તેનાથી બચવા માટે તમારે કિડનીનું સતત ચેકઅપ કરાવવાની જરૂર હોય છે. જો તમને કિડનીની સમસ્યાઓ છે તો તમારે તેને જરા પણ અવગણવી ન જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..