ડેબિટ કે ક્રેડિટ કાર્ડની પાછળ સાઇન શા માટે હોય છે? આ કાર્ડની પાછળ સીવીવી નંબર શું છે અને આવી જ અનેક વાતો. જેની પાછળની વાત ઘણા ઓછા કાર્ડ હોલ્ડર્સ જાણે છે. આ વાતોનો ખ્યાલ રાખીને તમે ફ્રૉડનો શિકાર બનતા અટકી શકો છો. બેંક ઓફ મહારાષ્ટ્રના ચીફ મેનેજર રામકૃષ્ણ અથાવાચિયાનું કહેવું છે કે ફક્ત સીવીવી નંબર, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને કાર્ડ હોલ્ડરના નામથી તમે છેતરાવવાથી બચી શકો છો. એવામાં દરેક કાર્ડ હોલ્ડર્સે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. આપને જણાવી રહ્યા છીએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડના યૂઝ સમયે કઇ કઇ સાવધાની રાખવી જરૂરી છે. તેનાથી તમે છેતરાવવાથી બચી શકો છો.
જરા વિચારો, જો આપનું ક્રેડિટ કાર્ડ આપના ખિસ્સામાં હોય અને વગર વાપર્યે હજારો રૂપિયાનું બિલ ઘરે આવે તો તમને કેટલો મોટો આંચકો લાગે? આજકાલ ફ્રૉડના આવા ઘણાબધા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજકોટના વિનોદ ગીરી ગોસાઈના એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી થયું ઑનલાઈન ફ્રૉડ ટ્રાન્ઝેક્શન. ઓટીપી(વન ટાઈમ પાસવર્ડ) નંબર વગર જ નીકાળ્યા એકાઉન્ટમાંથી પૈસા. ત્યારબાદ તરત જ તેમણે એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ઑફિસમાં ફરિયાદ કરી પરંતુ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહીં. આ પછી, તેમણે બિઝનેસ ચેનલ સીએનબીસી-વૉઇસના ગ્રાહક શો પાસે સહાય માંગી. જેમની મદદથી તેમના પુરા પૈસા પાછા મળ્યા.
આ રીતે થયું કૌભાંડ
થોડા સમય પહેલા વિનોદ ગીરી ગોસાઈના ક્રેડિટ કાર્ડથી બે નકલી ટ્રાન્ઝેક્શન થયા હતા. પહેલા 1387 રૂપિયા કાઢવામાં આવ્યા, ત્યારબાદ 30,724 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. પહેલું ટ્રાન્ઝેકશન રાતે 8.18 વાગ્યે અને બીજું 8.20 વાગ્યે થયું હતું. 24 એપ્રિલ 2018ના રોજ એસબીઆઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી પરંતુ ફરિયાદ પર કોઈ એક્શન લેવામાં ન આવી.
એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ઑફિસમાં ઘણી વાર ફરિયાદ નોંધાવવામાં આવી. બેંક તરફથી મેસેજમાં 1387 રૂપિયા ખાતામાં આવવાની વાત હતી પરંતુ બાકીની રાશિ વિશે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. બેંકના દરેક પ્લેટફોર્મ પર અને ચોકીદારને પણ ઈ-મેલ કર્યો. અંતે ચોકીદારની મદદથી 14 ઑગસ્ટ 2018ના રોજ તેમના ઍકાઉન્ટમાં 30724 રૂપિયા પાછા આવ્યા.
જાણી લો ફ્રૉડથી બચવાના ખાસ ઉપાય
કોઈને પણ તમારા ક્રેડિટ કાર્ડની બંને તરફની ફોટો કોપી ન આપો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જરૂરી કાર્ડ વેરીફિકેશન વેલ્યુ(સીવીવી) કાર્ડની પાછળ જ છપાયેલો હોય છે. તેથી, ક્રેડિટ કાર્ડ નંબર ધરાવનાર કોઈપણ તેનો દુરુપયોગ કરી શકે છે.
એવી ઈ-મેલ લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં કે જેના પર તમારા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી હોય. આ ઠગીઓના ફિશીંગ મેઈલ્સ હોઈ શકે છે. જ્યારે મોટાભાગની જાણીતી કંપનીઓ સીધી તેમની વેબસાઇટ પર જવાનું કહે છે.
ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરતી વખતે, વેબસાઇટ સુરક્ષિત છે કે નહિં તે તપાસો. જો તમને કોઈ શંકા હોય તો નિષ્ણાત પાસેથી મદદ મેળવો અથવા ઇન્ટરનેટ પર વેબસાઇટ વિશે સર્ચ કરો. ફોન પર કોઈ પણ વ્યક્તિને તમારા એકાઉન્ટની વિગતો આપશો નહીં, ખાસ કરીને ટેલિમાર્કેટિંગ કંપનીઓને. જો તમે સમય પર તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનું સ્ટેટમેન્ટ મેળવી શકતા નથી, તો આ જાણકારી બેંકને આપો. ઉપરાંત, જો કાર્ડ ગુમ થઈ જાય, તો વિલંબ વગર આ બાબતે નિર્ણય લો.
જૂના બેંક સ્ટેટમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન્સ અને બિલ્સને નાના ટુકડાઓમાં ફાડીને ફેંકી દો. નહિતર, કોઈના હાથમાં આવતા તમારી અંગત માહિતીનો દુરૂપયોગ થઈ શકે છે.
જો તમે આ બધી સાવચેતી પછી હજી પણ છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો પછી તરત જ બેંકને માહિતી આપો અને આગળની ક્રિયા માટે પૂછો.