આજ કાલ પથરી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. દેશમાં તેના દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ત્યારે પથરીની સમસ્યાથી પીડાતા દર્દીઓએ ભૂલથી પણ કેટલીક ચીજવસ્તુઓનું સેવન ના કરવું જોઇએ નહીં તો મોટી સમસ્યા સર્જાઇ શકે છે.
પથરી થવાનું મુખ્ય કારણ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. કિડની કે પિત્તાશયમાં પથરી પીડાની સાથે ઘણી સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે. તેમાં પણ ક્યારેક તો તેમાં પીડિત વ્યક્તિની પીડા એટલી તીવ્ર હોય છે કે લોકો તેને સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે તમારા આહારનું ધ્યાન રાખો અને કેટલીક બાબતોથી બચો છો તો તમારી ઘણી ખરી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં તમને જણાવી દઇએ કે, જે લોકો પથરીની સમસ્યાથી પીડિત છે અથવા જેમને પહેલાં ક્યારેય પથરી થઈ ચૂકી છે તેઓએ શું ખાવું જોઈએ તે ભૂલવું જોઈએ નહીં.
પથરીની સમસ્યાથી પીડિત વ્યક્તિને પાલકથી દૂર રહેવું એ તેમના હિતમાં છે. કારણ કે તેમાં ઓક્સલેટ હોય છે કે જે શરીરમાં કેલ્શિયમનો સંગ્રહ કરે છે અને પેશાબને પસાર થવા દેતું નથી. આથી જો પથરીની સમસ્યાથી પીડિત જે લોકો પાલકનું સેવન કરે છે તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
ચોકલેટ
પથરીની સમસ્યાથી પરેશાન લોકોએ ચોકલેટથી દૂર રહેવું જોઈએ. તેના સેવનથી કિડનીનું કદ વધી શકે છે કારણ કે તેમાં ઓક્સલેટ્સ હોય છે. આવી સ્થિતિમાં જો તમે પથરીની સમસ્યાથી પરેશાન છો તો ચોકલેટનું સેવન ન કરો.
ટામેટાં
ભારતીય રસોડામાં મોટા ભાગની વસ્તુઓમાં ટામેટાંનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાં પણ ઓક્સલેટનું પ્રમાણ પણ વધુ હોય છે. આવી સ્થિતિમાં પથરીના દર્દીઓએ ટામેટાંનું પણ સેવન ન કરવું જોઈએ. પરંતુ જો હજુ પણ તમે ખાવાની ઇચ્છા રાખો છો તો તેનો ઉપયોગ કરતી વખતે તેના બીજ કાઢી નાખો.
ઠંડા પીણા પીશો નહીં
ડૉક્ટરો પથરીથી પીડિત લોકોને વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. આવી સ્થિતિમાં તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ભૂલથી પણ ઠંડા પીણાનું સેવન નથી કરવાનું. કારણ કે તેમાં રહેલ ફોસ્ફરસ તમારી સમસ્યાઓને વધુ વધારી શકે છે.
મીઠું
પથરીના દર્દીએ ભોજનમાં મીઠાંનો પણ ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણ કે તેમાં સોડિયમ હોય છે કે જે પેટમાં કેલ્શિયમ બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..