લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા શ્રાી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના અનુસુધાનેે આજે ખોડલધામ ખાતે ધ્વજારોહણ, મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતુ. જેમા આશરે વીસ હજાર લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રવિવારે વહેલી સવારે સરદાર પટેલ ભવન રાજકોટ થી ખોડલધામ મંદિર કાગવડ સુધીની પદયાત્રા રાત્રીના ૧૧ કલાકે ફ્રી પદયાત્રા શરૂ કરી હતી આ પદયાત્રા વીરપુર ખાતે વહેલી સવારે પદયાત્રા પહોંચી હતી ત્યારબાદ વિરપુરથી યાત્રા કાગવડના પાટીયે સવારે ૬ વાગ્યે પહોચ્યા બાદ શ્રાી ખોડલધામ શ્રાી ખોડલધામ મંદિર ખાતે જય માં ખોડલના નાદ સાથે ખોડલધામ પહોંચી હતી.
કાગવડ ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશ, રાજય અને વિવિધ સમાજ એક છે. સૌના સાથ સૌના વિકાસના મંત્રને મૂર્તિ મંત કરવાનો સરકારનો અભિગમ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે વર્ગને અનામત નથી તેવા બીન અનામત વર્ગને અનામતનો લાભ મળે. જે વર્ગને અનામતનો લાભ મળે છે તેને તે વર્ગ સાથે સમન્વય કરીને દુરંદર્શી વિચાર કરીને દશ ટકા અનામત આપેલ છે. આ કેન્દ્ર સરકારના દશ ટકાના અનામતની અમલવારી દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં કરીને બધાને સમાન તક મળે, બધા સમાજનો વિકાસ સાથે મળીને કરે કોઇ માટે કટુતા ન રહે કોઇ સમાજને અન્યાય ન થાય તેવો અભિગમ કેળવીને અમલ કરેલ છે. ગુજરાતના વિકાસમાં વિવિધ સમાજનો અમુલ્ય ફળો રહ્યો છે. લેઉઆ પટેલ સમાજમાં પરિશ્રામ અને ખુમારી છે. આ સમાજે બીજા સમાજની ચિંતા કરીને સાથે રહ્યો છે અને બીજા સમાજે તેને પોતાનો સમાજ માને છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રાી નરેશભાઇ પટેલે કહ્યું હતું કે, ખોડલધામના માધ્યમથી નમૂનેદાર મંદિર આપણે સૌએ એક બની વિશ્વને અર્પણ કર્યું છે. ખોડલધામમાં ટ્રાફ્કિની સમસ્યા રહેતી હોય નેશનલ હાઇવે થી ખોડલધામને જોડતા એપ્રોચ રોડને ટુ વે લેન માર્ગ બનાવવાનું સુચન કર્યું હતું.
સોમનાથમાં વિશાળ અતિથિગૃહ બનાવવામાં આવશે ઃ આ પ્રસંગે ટ્રસ્ટીઓ શ્રાી દિનેશભાઇ કુંભાણી અને શ્રાી હંસરાજભાઇ ગજેરાએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કૃષિ, શિક્ષણ અને સમાજ ભવનના નિર્માણના કરાઇ રહેલા કાર્યોના પ્રકલ્પોની વિગતો આપી હતી.આ કાર્યર્ક્મનું દીપ પ્રાગટય ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નજીક વિશાળ શૈક્ષણિક સંકુલ, વિશ્વ કક્ષાનું કૃષિ માર્ગદર્શન કેન્દ્ર બનાવાશે અને સોમનાથ ખાતે અતિથિગૃહ બનાવાશે. એવી જાહેરાત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાગવડ ખાતે ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને હોદેદારોનું સ્નેહ મિલન પણ યોજાયું.