સુરત-ડુમ્મસ રોડ પર ખેતલાઆપા ટી-સ્ટોલના માલિકની ઘાતકી હત્યા કરાઈ, પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરીને તપાસ શરુ કરી

સુરત-ડુમસ રોડ પર મગદલ્લા વાય જંક્શન પર ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલક યુવકને રૂપિયાની લેવડ-દેવડ મામલે થયેલા વિવાદમાં બે લોકોએ ઊંઘમાં ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. રૂપિયા પરત લેવા મામલે પાછલા એક અઠવાડિયાથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી આવેશમાં આવેલા બે લોકોએ યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં શંકાના આધારે બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ વડોદરામાં હોટલ મેનેજમેન્ટ અને એવીએસન્સનો અભ્યાસ કરતો અને મૂળ ભાવનગરનો 20 વર્ષનો વિરાજ મનિષ ચૌહાણ તેની ફ્રેન્ડ સ્વાતિ વાનખેડે સાથે મોબાઈલ ફોનમાં ફિલ્મ જોઈ રહ્યો હતો. આ દરમિયાન વિરાજનો ભરૂચનો મિત્ર અને ખેતલાઆપા ટી-સ્ટોલનો માલિક રોહિતસિંગ પરિહાર (23) સ્ટોલની બહાર ખાટલામાં સૂતો હતો ત્યારે બૂમા-બૂમ થવાનો અવાજ સંભળાયો અને કોઈ રિક્ષા ચાલુ કરવાનો અવાજ આવતો હતો. આ દરમિયાન વિરાજે દુકાનનું શટર ખોલાવવા પ્રયાસ કર્યો હતો, પછી વિરાજે રોહિતને પણ ફોન કર્યો હતો, પરંતુ તેણે ઉપાડ્યો નહોતો. વિરાજે અન્ય મિત્રને ફોન કરતા ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર ખોલ્યું હતું.

ચિરાગે જોયું કે રોહિતનું ગળું કપાયેલું હતું અને તેના પેટમાંથી લોહી નીકળી રહ્યું હતું. આવી હાલતમાં રોહિતસિંગ પલંગની નીચે પડ્યો હતો. ચિરાગે શટર ખોલતા વિરાજ અને સ્વાતિ બહાર આવ્યા હતા અને તરત જ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રિક્ષા ચાલક અજય સુદામે રોહિત પાસેથી ઉછીના 80 હજાર રુપિયા લીધા હતા. આ રુપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરી રહ્યો હતો. બીજી તરફ અજય વાયદા કરી રહ્યો હતો.

જ્યારે રોહિતની બૂમો પડતી હતી ત્યારે રિક્ષા ચાલુ કરવાનો અવાજ આવ્યો હતો અને અજય રુપિયા ઉછીના લીધા હતા જેથી તેણે હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

અજય અને કિશને હત્યા પહેલા રેકી કરી હોવાની સંભાવના
ખેતલાઆપા ટી-સ્ટોલની બહાર રોહિત સાથે તેના અન્ય મિત્રો પણ સૂઈ જતા હતા પરંતુ જ્યારે આ ખૂની ખેલ ખેલાયો ત્યારે તે એકલો જ હતો. જ્યારે તેનો મિત્ર વિરાજ અને સ્વાતિ અંદર ફોનમાં ફિલ્મ જોવા બેઠા હતા. આવા સમયે રોહિતની એકલાતાનો ફાયદો ઉઠાવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ પૂછપરછ અને તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો