ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર મિત્રોએ ભેગા થઈને બનાવી ‘ખાતા બુક’ એપ, એપથી વેપારીઓને રોજનો હિસાબ રાખવામાં સરળતા રહેશે.

રાજસ્થાનમાં હનુમાનગઢ શહેરના એક યુવકે તેના ત્રણ મિત્રો સાથે ભેગા મળીને બધી એપ કરતાં હટકે ‘ખાતા બુક’ એપ બનાવી છે. માત્ર આઠ મહિનામાં આ એપ બિઝનેસ શ્રેણીની દેશની ટોપ 10 એપમાં સામેલ થઈ ગઈ છે. અત્યાર સુધી આ એપને સાત સાત લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપથી વેપારીઓને રોજનો હિસાબ રાખવામાં સરળતા રહેશે.

‘ખાતા બુક’ એપના ચાર ફાઉન્ડરમાં રાજસ્થાનના હનુમાનગઢ શહેરનો જયદીપ પૂનિયા, બિહારનો ધનેશ કુમાર, છત્તીસગઢનો આશિષ અને મેરઠનો રવીશ સામેલ છે.

આ એપ દેશની 11 ભાષાઓને સપોર્ટ કરે છે.. આ એપને વાપરવા માટે વધારે નોલેજની જરુર નથી

‘ખાતા બુક’ એપ

ચારેય યુવાનોએ ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને આ એપ બનાવી છે નાના-મોટા વેપારી આ એપનો ઉપયોગ પોતાના ધંધાનો હિસાબ રાખવા માટે કરે છે. આ એપ દ્વારા તેઓ રોજનો હિસાબ સેવ કરી શકે છે. આ એપને વાપરવા માટે વધારે નોલેજની જરુર નથી. વેપારી તેના મોબાઈલમાં ‘ખાતા બુક’ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરુ કરી શકે છે.

11 ભાષા

રસપ્રદ વાત તો એ છે કે, આ એપ દેશની 11 ભાષાઓને સપોર્ટ કરે છે. માત્ર વેપારી જ નહિ, પરંતુ દુકાનદાર પણ આ એપમાં ‘ઉધાર-જમા’નો હિસાબ રાખી શકે છે. તો બીજી તરફ, એપની મદદથી ઉધાર ચૂકવવાવાળા વ્યક્તિને એસએમએસ દ્વારા હિસાબની સૂચના પહોંચે છે, જેથી લેણદેણમાં પારદર્શિકતા રહે.

એપનો મુખ્ય ફાઉન્ડર જયદીપ કહે છે કે, નિષ્ફળતા તમને જિંદગીમાં ઘણું બધું શીખવાડે છે. જીવનની જેમ સ્ટાર્ટઅપને સમજવું પણ સરળ નથી. એક સારી સફળતા સુધી પહોંચવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. શરૂઆતમાં અમે પણ ‘ખાતા બુક’ એપ બનાવતી વખતે 3 વખત નિષ્ફળ રહ્યા હતા. છેવટે આકરી મહેનત બાદ અમને સિદ્ધિ મળી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો