ખારેકના ઉત્પાદનથી કમાણી કરતો ખેડૂત, બીન ઉપજાઉ જમીનમાં પણ ખારેકનો પાક લઇ શકાય છે

ભાટીયા: કલ્યાણપુરના હરીપર ગામમા એક ખેડૂત દ્વારા ખારેકના છોડ ઉગાડવામા આવ્યા છે. ખારેકના વૃક્ષને પાણી કે માવજત વિના એક વૃક્ષ અંદાજે 5 હજાર જેટલી કમાણી કરાવી જાય છે. વૃક્ષ ઉગાડનાર ખેડૂત દિવ્યાંગ હોવાથી વગર માવજતે નાણા કમાઇ રહ્યા છે. આ ખેડૂત હાલમાં પાંચ ખારેકના વૃક્ષ દ્વારા કમાણી કરી રહ્યા છે હવે તેઓ બીજા 15 વૃક્ષ ઉગાડવાની તૈયારી કરી રહ્યા છે.

બીન ઉપજાઉ જમીનમાં પણ પાક લેવો શક્ય બને છે

કલ્યાણપુરના હરીપર ગામમા રામજીભાઇ નકુમ દિવ્યાંગ છે. થોડા સમય પહેલા ખારેકના વૃક્ષો ઘર નિભાવવા ખારેકના વૃક્ષો ઉગાડ્યા હતા. આ વૃક્ષોમાથી દરવર્ષે 20 હજાર જેટલી કમાણી થઇ રહી છે. પોતે દિવ્યાંગ હોવાથી દર વર્ષે આ વૃક્ષોમાથી સારા નાણા કમાઇને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે.

ઉત્પાદન ક્ષમતામા પાણી ન હોવાને લીધે ખાસ ફેરફાર થતા નથી

રહ્યા છે. દુષ્કાળ વર્ષમા પણ ખારેકના ઝાડ સૂકાતા નથી. ઉત્પાદન ક્ષમતામા પાણી ન હોવાને લીધે ખાસ ફેરફાર થતા નથી. તેમજ વગર માવજતે આ વૃક્ષ વૃધ્ધી પામતુ રહે છે. બીનઉપજાઉ જમીનમા પણ પાક લેવો શક્ય બને છે. બીનઉપજાવુ જમીનમા ખારેકનો પાક સરળતાથી લઈ શકાય છે. સામાન્યત: જમીનોના સેઢાઓમા ખેડુતો વાવણી કરતા નથી હોતા આ સેઢાઓમા અથવા બીનઉપજાવુ જમીનોમા એક વાર વૃક્ષ ઉગાડ્યા બાદ કાયમી આવક અને પર્યાવરણનુ રક્ષણ થઈ શકે છે. ખારેકના રોપાઓ નર્સરીમાથી લઈ રોપી શકાય છે.

વીજ કંપનીમાં કામ કરતી વખતે શોક લાગ્યો

વિકલાંગ બન્યા રામજીભાઇ નકુમ 20 વર્ષ પહેલા વીજ કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા ત્યારે વીજ ફોલ્ટ રીપેર કરતી વખતે શોક લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા. આ ઘટનાએ તેઓને વિકલાંગ બનાવી દીધા હતા.

પ્રતિછોડ 5 હજારની રકમ મળી શકે છે

આ રોપાઓ ઉછેર્યા બાદ 5 વર્ષમાં ફળો આપવાનું શરૂ કરી દે છે, પ્રતિ છોડ 5000 રૂપિયાની રકમ મળી શકે છે. સારા ખારેકના છોડવાઓ સરકારી ફાર્મમાં ઉપલબ્ધ હોય છે, જે સબસિડીને પાત્ર છે. આ છોડમાં જંતુનાશક દવાની પણ જરૂર પડતી નથી.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુપ્રેરણાત્મક સ્ટોરી