ભારતમાં અહીંથી પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ: પત્નીઓને એક્સચેંજ કરવા માટે 1000 લોકો ગ્રુપમાં જોડાયા

કેરળમાં પત્નીઓની અદલાબદલીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, WhatsApp અને Messenger પર આ માટે ગ્રુપ પણ બનાવાયા હતા. જેમા લગભગ એક હજાર લોકોને જોડવામાં આવ્યા હતા. Husband Wife Exchange Racketમાં સામેલ 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે.

આ લોકોની ધરપકડ ત્યારે થઇ જ્યારે મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, તે અન્ય પુરૂષો સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરી રહ્યો હતો. આ પહેલા કાયમકુલમથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.

આ મામલે ચાંગનચેરીના ડિપ્ટી એસપી, આર શ્રીકુમારે કહ્યું-‘પહેલા તો તે ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપ્સમાં સામેલ થયા પછી એક-બીજાને મળતા હતા. અમે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. આ પાછળ એક મોટું કારણ છે અને અમે આ મામલે બાકી આરોપીઓની શોધમાં છીએ.

ધરપકડ કરાયેલા લોકો કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમના રહેવાસી છે. પોલીસે એ વાતની પુષ્ટી કરી છે કે, રાજ્યના ઘણા એલિટ ક્લાસના લોકો આ રેકેટનો ભાગ છે.

અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ લોકો પોલીસની દેખરેખમાં છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થવાની સંભાવના છે. આ રેકેટમાં વ્હોટ્ટસએપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સદસ્યો હોવાની શંકા છે.

આ છે સમગ્ર મામલો
રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ કોઇ અન્ય વ્યક્તિ સાથે યૌન સંબંધ બનાવવા માટે તેને દબાણ કરી રહ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને દોસ્તોને ધરપકડ કરી. આ ધરપકડો બાદ પોલીસને એક્સચેંજ રેકેટ વિશે જાણકારી મળી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો