સ્કૂલ બેગના રુપિયા ન હોવાથી પુત્રની શાળા ન છુટે એટલે ખેડૂત પિતાએ હાથેથી બનાવીને આપ્યુ દફ્તર

જમાનો ફેન્સી સ્કૂલ બેગ્સનો છે. ડોરેમોન, નોબિતા, મોટૂ અને પતલૂથી લઈને જાત જાતની પ્રિન્ટવાળા શાનદાર સ્કૂલના દફ્તર માર્કેટમાં અવેલેબલ છે. જ્યારે બાળક સ્કૂલે જવાનું શરૂ કરે કે, નવા ધોરણમાં પ્રવેશ કરે છે. તો માતા-પિતા તેના માટે સારામાં સારુ દફ્તર લઈને આપે છે.

જોકે આ બધામાં એવા માતા-પિતા જેમની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હોય તેઓ માંડ કરીને પોતાના બાળકને સ્કૂલે મોકલે છે ત્યારે આવી બેગ તો ક્યાંથી લઈ આપે? પરંતુ એક પિતા એવા પણ છે જેમની પાસે બેગ લઈ દેવા રુપિયા તો નહોતા પરંતુ પોતાના બાળકને એક સુંદર બેગ જાતે સીવીને આપી. આ પિતા એક ખેડૂત છે જે પોતાની ગરીબી વચ્ચે પણ બાળકને ભણાવવા માગે છે. હવે તેમની આ બેગ અને સ્ટોરી ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેમને પ્રેરણાદાયી કહી રહ્યા છે.

એક પિતાએ કરી કમાલ

આ ઘટના કમ્બોડિયાની છે. આ સ્કૂલ બેગનો ફોટો કમ્બોડિયાનાં ટીચરે શેર કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, એવું ઘણીવાર બન્યુ છે કે, સ્કૂલની મૂળભૂત જરૂરિયાતોને પુરી ન કરી શકવાને કારણે માતા-પિતા બાળકોને શાળાએ મોકલતા નથી. બાળકોને સપોર્ટ કરો અને જો તમે બાળકો માટે પાણીની બોટલ, સ્કૂલ બેગ કે પેન્સિલ રબર ખરીદી શકતા નથી તો કેંગનાં પિતાની જેમ વિકલ્પ નીકાળો.

પહેલા ધોરણમાં આવેલ પોતાના દીકરાને સ્કૂલ બેગ લઈ દેવાના રુપિયા નહોતા ખેડૂત પિતાએ જે કર્યું તે જોઈને તમે સલામ કરશો.

શું છે આખો મામલો?

જ્યારે કમ્બોડિયાનો પાંચ વર્ષીય એનવાઈ કેંગ તેની શાળાએ પહોંચ્યો,તો બધાની નજર તેની સ્કૂલ બેગ ઉપર હતી. કેંગની ટીચર sophous suonએ આ મામલે કહ્યુ હતુ કે, એક સાધારણ સ્કૂલ બેગની કિંમત 30000 Riels એટલે કે 488 રૂપિયા છે. કોઈ માતા-પિતા બાળકને આટલું મોંઘુ સ્કૂલબેગ અપાવી શકતા નથી. એવામાં તેમણે કેંગના પિતા પાસેથી શીખવું જોઈએ કે, વધારે પૈસા ન હોવા છતાં કેવી રીતે બાળકને સુંદર દફ્તર આપી શકાય છે.

કેવી રીતે બનાવ્યુ દફ્તર?

કેંગના પિતાએ આ સુંદર સ્કૂલ બેગને Raffia Stringના ઉપયોગથી બનાવ્યુ છે. કેંગની ટીચર એક પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ, પિતાની ક્રિએટીવીટી, બાળકની ભણવાની લગનને લોકો સુધી પહોંચાડવા માંગે છે. એટલે તેણે સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મુજબ, લગભગ 6 કરોડ પ્રાથમિક સ્કૂલ, આયુવર્ગના બાળકો સ્કૂલે જઈ શકતા નથી, જેનું મુખ્ય કારણ ગરીબી છે. દુનિયાભરમાં એવાં ઘણા બાળકો છે, જેમને સ્કૂલ જવાની જગ્યાએ પરિવારની સાથે કમાણી કરવી પડે છે. જ્યારે અમુક બાળકો પાણીનો સંગ્રહ કરવામાં તો પોતાના નાના ભાઈ-બહેનની દેખરેખમાં રહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો