અમદાવાદ: પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયાસો થઇ રહ્યાં છે. પાટીદાર યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ‘કેળવણીધામ’માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં પાટીદાર યુવાનો સિવિલ સર્વિસસની પરીક્ષામાં પાસ થાય તે માટે તેમને અહીં શિક્ષણ આપવામાં આવે છે. પગભર થયા બાદ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે.
1 રૂપિયામાં તમામ સુવિદ્યાઓ
શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ તમામ શૈક્ષિક અને રહેવા-જમવાની સુવિદ્યાઓથી સજ્જ ‘કેળવણીધામ’માં અભ્યાસ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે બાદ અરજીઓની ચકાસણી કરી યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. ખાસ કરીને માત્ર એક રૂપિયામાં જ યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. ઉપરાંત એક રૂપિયામાં વર્ષ દરમિયાન રહેવા અને જમવાની તમામ સુવિદ્યાઓ પણ આપવામાં આવશે.
કેવી રીતે મળશે એડમિશન, શરતો?
– 15 દિવસમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી
– અરજીઓની ચકાસણી બાદ આપવામાં આવ્યું હતું એડમિશન
– માત્ર એક રૂપિયામાં પાટીદાર યુવાનોને IAS IPSની ટ્રેનિંગ
– રહેવા-જમવાની તમામ સગવડો
– પગભર થયા બાદ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે
– બે લાખથી ઓછી આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક 10 હજાર ચૂકવવાના રહેશે
– બે લાખથી વધુ આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક 20 હજાર ચૂકવવાના રહેશે
તમામ સુવિદ્યાઓથી સજ્જ ‘કેળવણીધામ’ની તસવીરો…
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799…