ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ અંતર્ગત પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિશ્વના 210 દેશના 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા રાજકોટના કાવ્યા કકાણીયાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સૌથી નાની વયે વિશ્વમાં પ્રથમ નંબર મેળવી કાવ્યાએ પોતાના માતા-પિતા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.
પરીક્ષામાં 40માંથી 40 ગુણ મેળવ્યા
કાવ્યાએ આ પરીક્ષામાં 40માંથી 40 ગુણ મેળવ્યા છે. ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ દ્વારા આ પ્રકારની પરીક્ષા લેવાની શરૂઆત વર્ષ 1958થી કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ લેવાયેલ પરીક્ષામાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર કાવ્યા ભારતનો સૌથી નાની વયનો વિજેતા બન્યો છે. તેમજ કાવ્યાને આ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મળવા બદલ ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ દ્વારા પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે. કાવ્યાના પરિવારજનોએ વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે પ્રમાણમાં બીજા વિષયો કરતાં રૂચી વધુ જોવા મળતી હોય છે. પરંતુ કાવ્યાનો ઉછેર કરવામાં આવ્યો છે તે ઉછેરમાં ક્યાંક ને ક્યાંક ગણિત વિષયને લગતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે તેને ગણિતમાં નાનપણથી જ રૂચિ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..