કાઠિયાવાડનું મસાલેદાર ઢોકળીનું શાક બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની રીત

ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક…

સામગ્રી

  • 1 કપ – ચણાનો લોટ
  • 1/4 કપ – જાડી છાશ
  • 1 કપ – પાણી
  • 2 ચમચી – તેલ
  • 1/2 ચમચી – મીઠું
  • 1/4 ચમચી – હળદર
  • 1/2 ચમચી – વાટેલા લીલા મરચા
  • 4-5 નંગ – લસણની કળી (પીસેલી)
  • 1 ચમચી – લાલ મરચું

વઘાર માટે સામગ્રી

  • 1/2 કપ – છાશ
  • 1 ચમચી – લાલ મરચું
  • 1 ટેબલસ્પૂન તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી – મરચાની પેસ્ટ
  • 1 ચપટી – હિંગ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં છાશમાં એક કપ પાણી ઉમેરવું. હવે એક નોનસ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરવું.તેમાં લસણ,લીલા મરચા સતાળવા. છાશ નાખવી. તેમા મીઠું, હળદર, લાલ મરચું પાઉડર મિક્સ કરવું. એક બાઉલમાં બેસન અને એક કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવી લો. તે છાશમાં ઉમેરી મિક્સ કરો .સતત હલાવતા રહેવું જેથી ગાંઠ ના પડે. 10 મિનિટ બાદ તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. 15 મિનિટમાં ઢોકળીનું ખીચું બની જશે. હવે એક તેલ લગાડેલી પ્લેટમાં આ ખીચું પાથરી બરાબર દબાવી દેવું. ઠંડુ થાય તે પછી ટુકડા કરવા. હવે પેનમાં, છાશ અને પાણી અને મીઠું ઉમેરવા.એક બાઉલમાં કાશ્મીરી મરચું અને પાણી નાખી પેસ્ટ બનાવવી. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, જીરું, હળદર,મરચાની પેસ્ટ અને હિંગ નાખવી. રાઈ જીરું તતડી જાય પછી છાશ ઉમેરવી. તે ઉકળે પછી ઢોકળીના ટુકડા નાખવા. 3-4 ઢોકળીનો ભુકો કરી નાખવો અને તેને બરાબર મિક્સ કરી લેવું તે બાદ તેને ઢાંકીને દસ બાર મિનિટ ધીમા તાપે સીઝવા દો. ગેસ બંધ કરવો. ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો