તમે જો ટ્વિટર પર હશો તો તમે ચોક્કસ જોયું હશે કે જ્યારથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે એક અલગ જ પ્રકારની ડિબેટ શરૂ થઇ ગઇ છે. એકબાજુ લોકો જે કાશ્મીરી પંડિતોના દુ:ખને મહેસૂસ કરવામાં એકત્રિત થઇ રહ્યા છે તો બીજીબાજુ તેની પ્રાસંગિકતા કે એક પણ મુસ્લિમ પોઝિટિવ પાત્ર ના દેખાડવા પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. શું કાશ્મીરી પંડિતોની આપવીતીને ફિલ્મી કહાનીની જેમ જ પીરસવાનો આક્રોશ છે? સોશિયલ મીડિયા પર કેટલાંય હેશટેગ આ ફિલ્મની આજુબાજુ ટ્રેન્ડ થઇ રહ્યા છે.
આજની યુવા પેઢીને 32 વર્ષ પહેલાંના એ નરસંહારની વાર્તા એ ગમ અને ગુસ્સો ભરી દીધો છે. તેઓ હવે પુસ્તકો અને યુટ્યુબ પર કાશ્મીરી પંડિતો અંગે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કાશ્મીરી પંડિતોને લઇ કેટલાંય જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આવો જ એક વીડિયો 19 વર્ષ પહેલાંનો એટલે કે 23 માર્ચ 2003નો સામે આવ્યો છે. 37 સેકન્ડનો વીડિયો (2003 Nadimarg Massacre) જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે કાશ્મીરી પંડિત કેવા દુ:ખમાંથી પસાર થયા છે.
The prayer by Kashmiri Hindus at the funeral pyre of 24 Kashmiri Pandits killed in the Nadimarg massacre 19 years ago. Goosebumps. @narendramodi pic.twitter.com/9Pf5aej3Lf
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 23, 2022
તમે કયાં જતા રહ્યા… મહિલાઓ ધ્રુસકેને ધ્રુસકે રડતી દેખાય છે, લોકો એક-એક મૃતદેહને ખભા પર લઇ જતા દેખાય છે. ઉંચાઇ પર લોકોના એકત્ર થવાનો ડર સમજમાં આવે છે. એક અજબ પ્રકારનું માતમ સંભાળય છે જે રૂંવાડા ઉભા કરી દે છે. 1990માં કાશ્મીરી પંડતિના નરસંહારનો સિલસિલો 13 વર્ષ બાદ પણ ખત્મ થયો નથી. આ તસવીરો ભયંકર નદીમાર્ગ હત્યાકાંડની છે, જેમાં 24 હિન્દુ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. તે સમયે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના નંદીમાર્ગ ગામમાં 24 ચિતા સળગાવવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર દરેક લોકો દંગ રહી ગયા હતા. તે એક અવિસ્મરણીય દ્રશ્યો હતા. તે દર્દ આજે પણ કાશ્મીરી પંડિતોના હૃદયમાંથી દૂર નથી થયું. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પણ અંતમાં 24 કાશ્મીરી પંડિતોને ગોળી મારવાનો સીન ફિલ્માવવામાં આવ્યો છે.
વીડિયો જોતા જ એકસાથે પડેલા મૃતદેહો પર સફેદ કફન દેખાય છે. અંતિમ સંસ્કાર પહેલા પરિવારના સભ્યો તેમના પ્રિયજનો અંતિમ દર્શન કરી રહ્યા છે. તેઓ રડતા જાય છે અને કફન ઉપાડીને પોતાના જીગરના ટુકડાને નિહાળે છે. લોકો તેમને સંભાળવાનો પ્રયાસ કરે છે પરંતુ કાશ્મીરી પંડિતો પર દુઃખનો પહાડ પડ્યો હતો. પછીના જ દ્રશ્યમાં મૃત કાશ્મીરી પંડિતોના પરિવારના દરેક સભ્ય હિંદુ રિવાજની જેમ મુખાગ્નિ આપતા પહેલા નશ્વરદેહની પરિક્રમા કરે છે. આ સામૂહિક અંતિમ સંસ્કારનો ફોટો એ લોકોએ જોવો જ જોઈએ જેઓ ટ્વિટર પર કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલી નિર્દયતા પર ‘બીજો એંગલ’ શોધી રહ્યા છે.
આગની જ્વાળાઓ ઉઠવા લાગે છે અને પાછળથી કાશ્મીરી પંડિતો દ્વારા ‘ઓમ જય જગદીશ હરે…. સ્વામી દુઃખ બિન સે મન કા’ આરતી સંભળાય છે. તે ક્ષણનો વિચાર કરો જ્યારે પરિવારના સભ્યોએ તેમના પ્રિયજનોને મુખાગ્નિ આપી હશે તો તેઓએ કેવી સ્થિતિમાં પ્રાર્થના કરી હશે. તેઓ તેમને ઇશ્વરના સહારે છોડીને તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
છેલ્લી થોડીક સેકન્ડોમાં એક અજીબોગરીબ કલરવ સંભળાય છે જાણે અંતિમ યાત્રાએ જઈ રહેલા એ આત્માઓ પણ વિલાપ કરી રહ્યા હોય. આ વીડિયો એક ડોક્યુમેન્ટરીનો ભાગ છે. ટ્વિટર પર આવ્યા બાદ તેના પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
દર વર્ષે કાશ્મીરી પંડિતો પર હુમલા
ઘાટીમાં 1989થી કાશ્મીરી પંડિતોની હત્યાઓ શરૂ થઈ હતી અને તેમના પર હુમલા થતા રહ્યા. આંકડાઓ પર નજર કરીએ તો 1990માં 136, 1991માં 18, 1992માં 6, 1993માં 10, 1994માં 4, 1995માં બે, 1997માં સાત, 1998માં 26, વર્ષ 2000માં 6. વર્ષ 2001, વર્ષ 2002માં એક, વર્ષ 2003માં 25, વર્ષ 2004માં એક અને ગયા વર્ષે ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..