કર્ણાટકમાં રહેતી રજની શેટ્ટી પોતે તો ભાડાના મકાનમાં રહે છે, પણ તે દરરોજ અબોલ 800 શ્વાનોનું પેટ ભરે છે અને આ માટે તે દરરોજ 60 કિલો ચિકન બિરયાની બનાવે છે. રજની છેલ્લા 15 વર્ષથી અબોલ શ્વાનોની સેવામાં કાર્યરત છે. એટલું જ નહીં, તે પોતાના ઘરે શ્વાન સહિત બિલાડી, પક્ષીઓ, સસલાંઓની પણ સારવાર અને સેવા કરે છે. અને તેઓએ અત્યાર સુધી 2000થી પણ વધારે શ્વાનોને રેસ્ક્યૂ કર્યાં છે. રજની શેટ્ટી અને તેમના પતિએ પોતાનું જીવન અબોલ પ્રાણીઓની સેવા કરવા માટે સમર્પિત કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રજની શેટ્ટી કર્ણાટકના મેંગલુરુ શહેરમાં એક ભાડાના મકાનમાં પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. આજથી 15 વર્ષ પહેલાં રજની શેટ્ટીએ ભૂખ્યા શ્વાનને કાગળ ખાતા જોયો હતો. આમલેટ ખાધા બાદ કોઈએ આ કાગળ રસ્તા પર ફેંકી દીધો હતો અને શ્વાન તેને ખાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને રજની હચમચી ગઈ હતી અને તેણે તરત જ દુકાનથી આમલેટ ખરીદીને શ્વાનને ખવડાવી દીધી હતી. સેવાના આ કાર્ય બાદ તેણે શ્વાનના ચહેરા પર એક અનોખી જ ખુશી જોઈ હતી. જે બાદ તેણે રસ્તે રઝડતાં શ્વાનોનું પેટ ભરવાનો નિર્ધાર કરી દીધો હતો.
રોજ 800 શ્વાનો માટે 60 કિલો ચિકન બિરયાની ખવડાવે છે
રજની શેટ્ટીએ જણાવ્યું કે, શ્વાનોને ખાવાનું ખવડાવતાં તેને 15 વર્ષ થઈ ચૂક્યા છે. અને લોકોના સહયોગથી આજે તે 800 શ્વાનોનું પેટ ભરી રહી છે. રજનીએ ઉમેર્યું કે, રાત્રે આઠ વાગ્યે તેઓ શ્વાનોને ખાવાનું ખવડાવવા માટે નીકળે છે, જેથી વાહનોને કારણે તેઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાઈ. મારા પતિ, પરિવાર અને અન્ય લોકોએ મને મદદ કરી. હું શ્વાનોનું રેસ્ક્યૂ પણ કરું છું. હું શ્વાનો માટે રોજની 60 કિલો ચિકન બિરયાની બનાવું છું.
અત્યાર સુધી 2000 પશુ-પક્ષીઓને રેસ્ક્યૂ કર્યાં
આ ઉપરાંત રજનીએ જણાવ્યું કે, તે ઘરે જ અનેક શ્વાનો, બિલાડીઓ, સસલાં અને પક્ષીઓની દેખરેખ રાખે છે, અને સાથે જ ઈજાગ્રસ્તોની સારવાર પણ કરે છે. રજનીએ અત્યાર સુધીમાં 2000થી પણ વધારે પશુ-પક્ષીઓને રેસ્ક્યૂ કર્યાં છે, જેમાં શ્વાન, બિલાડી, સસલાં સહિતના પ્રાણીઓ છે. તે અબોલ પ્રાણીઓને બચાવવા માટે કુવા, નદી, નાળામાં પણ કૂદી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..