“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”
“કટાર લઈ ને ચાલ્યો હતો સમાજ માં પણ “”કિસ”” તને સમાજે કલમ ઉપાડવા મજબૂર કરી દીધો”

જય સરદાર જય માં ઉમાખોડલ આજ એક લેખ લખવાનું અને મારા ખમીરવંતા કણબી સમાજ ને કઈક ચાબખા મારવાનું મન થાય…પણ હુ સદગુરુ શ્રી ભોજા ભગત તો નથી કે એકાદ પદ રચી નાખું..

આઈ ની કૃપા ને સમાજ કેટલી જીરવી શકે એ તો આઈ ઉમખોડલ ને ખબર પણ આજ કુરિવાજો અને ધર્મ નાં નામે ચાલતા ધતિંગ, દાણા જોવરાવવા, ખોટી માન્યતાઓ નર્યા જુઠાણા ઓ ફેલાવતા કાલ સવારે ઊગી નીકળેલા બાબાઓ, ગુરુઓ ને જ ભગવાન માની લેવા.. એક સમયે જે સમાજ પ્રકૃતિ ને માનતો એ આજ કોઈ અલગ રાહ માં ભટકી ગ્યો છે. ખેર મૂળ વાત પર આવુ તો મદિરા ઉર્ફ દારૂ ઉર્ફ રમ ઉર્ફ વાઈન જે કહેવું હોય તે કહી શકાય ……

દારૂ જેટલું દૂસણ બીજા સમાજ માં નથી એટલું આપણાં સમાજ માં છે. છેલ્લાં 5 વર્ષ થી તો હદબારૂ વધી ગયુ છે. વાત એ હદે વધી ગય છે. કે આપણા કણબી સમાજ ની એક પદવી ઓળખ “પટેલ” નાં ધારદાર નામ પર એક દારૂ ની બ્રાંડ નેમ થય ગય છે. “રોયલ સ્ટગ” એટ્લે “પટેલ બ્રાંડ” સાલું સમય ની કઠણાઈ તો જુવો કણબી ઓને ઘેર ગાયું નાં દૂધ ની જગ્યા એ આજ દારૂ જોવા મળે છે.

આપણાં વડીલો ને હુકા ની ટેવ હતી. એ કાળક્રમે ભુલાય ગય સારી બાબત છે. પણ આપણી હજુ દારૂ ની કુટેવ નહીં જતી ગમે એટલાં પ્રયાસ કરો પણ નથી મૂકાતી ,
દુઃખ તો એ વાત નું છે, દારૂ ને અલવિદા ક્યારે કરશે મારો સમાજ, આજ સમાજ માં રહેવું બધાં ને છે, પણ કોઈ ને સમાજ ની ખરાં અર્થ ની સેવા નથી કરવી, ક્યારેય કોઈ નેતા ઓને ભળ્યા દારૂ બંધ કરાવવા ની અપીલ કરતા???

રાજકીય રોટલા પર દારુ ની રેલમ છેલમ થય રહી છે. જે સમાજ ની એકતા અને શિસ્ત પર આખું ગુજરાત ગૌરવ લેતું હોય એવાં સમાજ ને દારૂ ખપે??

સાહેબ કેટલી પટલાણી ઓને હજુ પી પી ને વિધવા કરશો??

કેટલા બાળકો ને માથે બાપ નાં હાથ ને ઉતારસો??

કોક દીવસ ઘરે જઇને ઘરવાળી ની આંખ માં આંખ નાખીને જુવો😢😢

કયા મા બાપ ને દિકરો દારૂ પીને પતી જાય એ ગમે??

હવે તો મૂકો મારા બાપ આ દારૂ….
આપણી ઓળખ ભૂલી ગયા….

આપણું કુળ ભૂલી ગયા…..
હવે તો મૂકો મારા બાપ આ દારૂ….

આપણો વટ ભૂલી ગયા…
આપણી દિલેરી ભુલાઈ ગય…

હવે તો મૂકો મારા બાપ આ દારૂ…

આપણી સંતતી નાં સંસ્કાર ભૂલી ગયા
બાપ દાદા એ ઊભી કરેલી ઓળખ ભૂલી ગયા બાપ ..

હવે તો મૂકો મારા બાપ આ દારૂ….

આપની અમિરાત ભૂલી ગયા..
આપની પાંચ માં પૂછાવવાં ની રીત પટેલો ભૂલી ગયા…

હવે તો મૂકો મારા બાપ આ દારૂ…

“”કિસ”” હવે આઈ ઉમા ખોડલ ને કરૂ પ્રાર્થના… કે તારા છોરું ને વાળજે આ દારૂ નાં દૂસણ થી…

❂kish_Dobariya
❂social_activist
❂kanabi_group_surat

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો