તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને સમાજ વિષે વાત કરી કે આજ ના સમય મા બહેનો કેમ પગભર થાય અને સમાજ મા સ્વમાન ભેર જીવી શકે એ માટે જરુયાત મંદ બહેનો ને સીલાઈ મશીન આપવામા આવે છે ,
આ મિટિંગની અંદર આજના સમયમાં બહેનો ને પગભર કરવા માટે સિલાઈ મશીન દ્વારા બહેનો ઘરબેઠા એમના પરિવારને ઉપયોગી બની શકે .સમાજમાં વધારે દીકરીઓ ધરાવતો પરિવાર હોય એવી બહેનોને સિલાઇ મશીન દ્વારા પરિવાર ને ઉપયોગી બની શકે પરિવારને આગળ લઈ આવી શકે ,પરિવારના બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે એમનું ઘડતર કરી અને સમાજની અંદર માનભેર જીવી શકે એવા ઉદ્દેશથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા આજ સુધી 4200 સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 2700 બહેનો સિલાઈ મશીન દ્વારા કામ કરીને માસિક ₹ 2000 /- થી ₹ 12000 /- સુધી ની આવક કરી રહી છે . સાથે આજના સમયમાં સમાજમાં નાના મોટા સામાજિક પ્રશ્નો ઉભા થયા છે જેની અંદર દીકરાઓના આજે વેવિશાળ કરવા હોય તો પરિવારોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે,એવા પરિવારને આપણે ઉપયોગી બનીએ , અને આજે દીકરીઓની માગણીઓ વધી રહી છે, દીકરીઓને ખેતી તો કરવી જ નથી ,તો આપણી બહેનો દીકરીઓ અને માતા-પિતાઓએ સમાજમાં યોગ્ય કહેવાય સારા પરિવાર ની શોધ કરવી જોઈએ સંસ્કારી પરિવારની શોધ કરીએ, સારો અને વ્યસન મુક્ત દીકરો હોય એવી વ્યક્તિને આજે એવા પરિવારને દીકરી આપવી જોઈએ,
ખાસ વાત હમણાં લેરિયા ગામ માં 20 માં સમૂહ લગ્ન નું આયોજન થયું તો તમે અમારા ચોરવાડી ગામમાં 21 માં સમૂહ લગ્ન નુ આયોજન કરો અમે બધા સહકાર આપવા અને સહભાગી બનવા તૈયાર છીએ, ગામ મા સમૂહ લગ્ન નું આયોજન થાય, ગામમાં માન અને સન્માન સાથે આપ ભવ્ય સમૂહ લગ્ન નો આયોજન કરો, અમે બધા સહકાર આપવા તૈયાર છીએ . ચોરવાડી ગામની અંદર 21 માં સમૂહ લગ્ન નું આયોજન કરવું તેની ચર્ચા કરવામાં આવી . આજના સમયમાં વિકાસની જરૂર છે ગામડાઓમાં, ગામડા માં લોકો દીકરીઓ દેવાનું બંધ કરે એવા નકારાત્મક વિચારો આજે ઘર કરી ગયા છે, માટે આપણે સૌએ આવા નકારાત્મક વિચારો ને દૂર કરવા આગળ આવવું પડશે, ગામની અંદર સરસ સમાજ નું આયોજન કર્યું છે નવી કમિટીની રચના થઇ છે, ગામના લગભગ બધા ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા , અને આ કાર્યક્રમાં જે કંઈ વાત મૂકી છે એ વાતને સહમતી આપી છે અમે સૌ સાથે મળી આવનારા સમયમાં સારા સમાજનું નિર્માણ થાય એમાં અમે તમારી સાથે જોડાસુ અને જે દીકરા-દીકરીના સંબંધ મુદ્દો છે એમાં પણ અમે જેટલો બને તેટલો સહકાર આપીસુ, આપણા સમાજના દિકરાઓ ના વેવિશાળ માં આવતી મુશ્કેલી દૂર થાય, મહિલા મંડળ સંસ્થાના પ્રમુખ પ્રીતિ બેન,અને બીજા સભ્યો સાથે મળીને લગભગ 400 જેટલા ગામો માં ગામડાઓની અંદર વધારે માં વધારે ગામડાનો વિકાસ કેમ થાય અને સમાજની સમસ્યા દૂર થાય સમાજ માટે પ્રેમ ભાવ અને લાગણી જાગે એ હેતુ થી અનેક ગામડાઓમાં મીટિંગ આયોજન કર્રી રહ્યા છીએ ..
હરસુખુભાઇ વધાસિયા દ્ગારા પ્રથમ ગુજરાતમા લેઉવા પટેલ સમાજનુ સમાધાન પંચ નો વિચાર મુકવામા આવેલ એને કયુ કે આજના સમયમા પારિવાર સમાધાન પચં જરુરત છે પરિવાર ધર મેળે ઉકેલ લયાવાની ખાસ જરુરત છે …