જૂનાગઢ કૃષિ યુનિ.નું સંશોધન : ગૌમુત્રનો અર્ક કેન્સરનાં કોષોનો કરે નાશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા જૂદા-જૂદા સંશોધન કરવામાં આવે છે. બાયોટેકનોલોજી વિભાગનાં સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. રૂકમસીંગ તોમર, ડો. શ્રધ્ધાબેન ભટ્ટ, ડો. કવિતાબેન જોષીએ ગૌમુત્ર ઉપર મહત્વનું સંશોધન કર્યુ છે. ગૌમુત્રનાં અર્કમાં ચાર પ્રકારનાં કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા હોવાનું બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોએ વિવિધ જાતની ગાયનાં મુત્રનાં નમુના લઇ તેના પર પ્રયોગ કર્યા હતાં, જેમાં ગૌમુત્રનો અર્ક રોજ લેવામાં આવે તો 3000 થી 3500 કેન્સરનાં કોષોનો નાશ થાય છે. વર્તમાન સમયમાં કિમોથેરાપી, રેડીયોથેરાપી ખર્ચાળ અને આડ અસરવાળી છે.

ગૌમુત્રનાં અર્કનું સેવન કરતા તેની અસર ફકત અસરગ્રસ્ત ભાગ પર જ થાય છે. આ ઉપરાંત 24 કલાકમાં કેટલા કોષોનો નાશ થાયએ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે વધતી ઓછી હોઇ શકે. ગૌમુત્રનાં અર્કનું સેવન મુશ્કેલ હોવાથી આગામી સમયમાં તેનો પાવડર અને ગોળી બનાવવા વિચારણા ચાલી રહી છે. આ સંશોધન બદલ કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ. આર. પાઠક, ડો.વી.પી. ચોવટીયા, ડો.પી.વી.પટેલ, ડો.બી.એ.ગોલકીયાએ અભિનંદન પાઠવ્યાં હતાં. આગામી સમયમાં ગૌમુત્રનો પાવડર અને ગોળી બનાવવાની વિચારણા પણ દર્શાવી હતી.

1 વર્ષ સુધી સંશોધન ચાલું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયો ટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ ગાયનાં મુત્રનાં નમુના લઇને સંશોધન શરૂ કર્યુ હતું. એક વર્ષ સુધી જુદા-જુદા નમુના પર સંશોધન કરવામાં આવ્યું હતું.

ઉંદર ઉપર પ્રયોગ કરાશે

બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હવે તેનાં પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવશે. આમાં સફળતા મળતા મોઢેથી લેવાની ગોળીઓ તૈયાર કરીશું. જુદા-જુદા પ્રકારનાં કેન્સર માટે જુદી-જુદી ગોળીઓ રહેશે.

અર્કનું કેટલું પ્રમાણ લેવાથી કેટલા કોષો નાશ પામે ?
  • કેન્સરનો પ્રકાર   ગૌમુત્રનું પ્રમાણ
  • ફેફસાં               201.521 માઇક્રો ગ્રામ
  • કીડની              169.435 માઇક્રો ગ્રામ
  • મોઢા                114.50 માઇક્રો ગ્રામ
  • ગર્ભાશય .         114.50 માઇક્રો ગ્રામ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર